વરસાદી પાણીના એટલા બધા ફાયદા છે કે વાંચીને તમે વરસાદમાં બસ ભીંજાતા જ રહેશો, અનેક રોગોમાં છે લાભકારક

વરસાદમાં પલળવાનું કેટલાકને ગમે છે તો કેટલાકને ગમતું નથી. જે લોકો વરસાદમાં પલળતા નથી તેઓ વરસાદના પાણીના ફાયદા મેળવવામાંથી વિમુખ થઈ જાય છે. કેટલાક તો ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળે છે. યુવાનો માટે વરસાદ રોમાન્સની સિઝન પણ બની રહે છે.

એક અભ્યાસ પ્રમાણે વરસાદમાં ભીંજવું નુકશાનકારક નથી પણ એના અનેક ફાયદા છે. વરસાદના પાણીમાં નહાવું આરોગ્યની દ્રષ્ટિએ ફાયદેમંદ છે.

વરસાદનો સૌથી મોટો ફાયદો તો પ્રથમ ખેતીને છે. માત્ર ખેતીને જ નહીં પણ માણસના આરોગ્ય ઉપરાંત વાયુ, જળ પ્રદુષણને વરસાદનું પાણી દુર કરે છે. પ્રદુષિત હવાને ચોખ્ખી કરે છે. જેનાથી શ્વાસના રોગોમાં રાહત મળે છે.

વરસાદથી દરેક વસ્તુ પર નિખાર આવે છે. હવા શુદ્વ થઈ જાય છે. આવા હવામાનમાં ચાલવું અને ભીંજાવું સ્વાસ્થ્ય માટે લાભપ્રદ બની રહે છે. તાજા હવા શરીરમાં એક પ્રકારની શાતા પ્રસરાવે છે અને શરીરને હલકું-ફૂલકું બનાવી દે છે. શરીરમાં જામી પડેલા ચરબી સહિતના પદાર્થોમાં ઘટાડો કરે છે અને ત્વચા નિખરી જાય છે.

વરસાદના પાણીના કારણે ઉઠતી માટીની સોડમ હૃદય અને મગજને આરામ પહોંચાડે છે. તણાવ અને માનસિક તાણથી મૂક્ત થઈ જવામાં મદદરૂપ થાય છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ સ્પોટ મેડિસીન સ્ટડી રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વરસાદની સિઝનમાં ચાલવું એટલે કે વોકીંગ કરવું સામાન્ય દિવસોમાં કરાતા વોકીંગ કરતા વજનમાં વધારે ઘટાડો કરવામાં સહાયભૂત થાય છે. આ સિઝનમાં શરીર પરની વધારાની ચરબીમાં ઝડપથી ઘટાડો થાય છે અને વરસાદની સિઝન શરીરના વજનને ઘટાડવામાં મદદ કરે છે.

વરસાદમાં ભીંજવાથી ડિપ્રેશનમાંથી છૂટકારો મળે છે. વરસાદના કારણે માટીની સોડમ અને વરસાદની છાંટણાઓનો અવાજ એક નિરવ શાંતિ અર્પે છે. માણસની ધરબાયેલી ક્રિએટીવિટીને પણ વરસાદ બહાર લાવે છે. કવિઓ અને સાહિત્યકારો માટે વરસાદ એક સર્જનશીલ મોસમ છે.

વરસાદના પાણીના કારણે હેપેટાઈટીસ, કેન્સર, કાયમ રહેતી શરદી, પેટ અને આંતરડીઓના રોગ, સ્ત્રીઓના વિવિધ રોગોમાં ઉપકૃત છે. માણસ જે પ્રકારે વરસાદના પાણીનો ઉપયોગ કરે છે તે જ પ્રકારે તેનો ફાયદો પણ પહોંચે છે.

જો કોઈને પાખાનાની જગ્યાએ મસા થયા હોય તો એ માણસ વરસાદના પાણીને પીએ અને મસાવાળી જગ્યાને વરસાદના પાણીથી સાફ કરે તો એને નિયત પ્રમાણે રાહત મળે છે.