મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCPને ઝટકો, ચાર ધારાસભ્યોનાં રાજીનામા

આ વર્ષના અંતમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલાં કોંગ્રેસ-એનસીપીને ઝટકો લાગ્યો છે. ચૂંટણી પહેલાં પક્ષપલટુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપમાં સામેલ થવાની અટકળો વચ્ચે કોંગ્રેસ-એનસીપીના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. ચારેય ધારાસભ્યોએ વિધાનસભાના સ્પીકર હરીભાઉ બાગડેને રાજીનામા સુપરત કર્યા હતા.

કોલામ્બકર મુંબઈથી સાત વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. શિવેન્દ્રસિંબ ભોંસલેએ 2014માં સિતારા વિધાનસભાની ચૂંટણી જીતી હતી.