જેલમાં પાંચ ક્લાક સુધી ચાલ્યો ખૂની ખેલ, 16નાં માથા ધડથી અલગ, 57ની ક્રુર હત્યા

બ્રાઝીલના ઉત્તરી રાજ્ય પારામાં આવેલી જેલમાં ભારે હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં 57 કૈદીઓની સામ-સામે હત્યા કરવામાં આવી હતી.બ્રાઝીલના પાટનગર બેલેમાથી લગભગ 850 કિમી દુર આવેલી અલ્ટામીરા જેલમાં પાંચ ક્લાક સુધી ખૂની ખેલ ચાલ્યો હતો. ઘટનાની જાણકારી મળ્યા બાદ ભારે મુશ્કેલીના અંતે પોલીસને હિંસક કૈદીઓ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. ઘટનામાં 16 કૈદીઓના માથાને ઘડથી અલગ કરી દેવાની ક્રુરતા પણ સામે આવતા કમકમાટી સાથે સનસનાટી મચી જવા પામી છે.

બે જૂથો વચ્ચે થયેલા અથડામણમાં એક જૂથે આગ લગાડી દીધી હતી. જેમાં 41ના મોત શ્વાસ રૂંધાવાના કારણે થયા હતા. જેલના વડા જારબાસ વાસ્કોનસેલોસે કહ્યું કે બે ગ્રુપ વચ્ચેની લડાઈમાં એક ગ્રુપનું કાસળ કાઢી નાંખવા માટે હુમલો કરવામાં આવ્યો હતો. 16 જેટલા કૈદીઓના માથા ધડથી અલગ કરી દેવામાં આવ્યા બાદ જેલના રૂમમાં આગ લગાડી દેવામાં આવી હતી. આ હુમલો સ્થાનિક ગેગ દ્વારા કરવામાં આવ્યો હતો. ગેંગના ગેંગસ્ટરોએ જેલમાં પ્રવેશ કરી હુમલાને અંજામ આપ્યો હતો.

જેલ તંત્રના અધિકારીઓએ કહ્યું કે જેલમાં કૈદીઓ એક ખૂણામાં નાસ્તો કરવા માટે બેઠાં હતા. બીજી તરફના સેલમાંથી હુમલાખોરો બળજબરીપૂર્વક ઘૂસી આવ્યા હતા અને હથિયારો સાથે હુમલો કર્યો હતો. પોલીસે બંધક બનાવેલા બે કૈદીઓને છોડાવ્યા હતા. કૈદીઓના સગાઓએ અલ્ટામીરા જેલમાંથી એક ગ્રુપને અન્ય જેલમાં સ્થળાંતર કરવાની માંગ કરી હતી. બ્રાઝીલની જેલમાં આવા પ્રકારનો પહેલો હુમલો મથી. આ પહેલાં પણ 27મી મેના દિવસે મનાઉસ સિટીમાં એનીસીયા જોબીમ જેલમાં કૈદીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. જેમાં 15 કૈદીઓના મોત થયા હતા.આ ઘટનામાં કૈદીઓએ એકબીજાના ગળા દબાવી હત્યા કરી હતી. જ્યારે વિવિધ જેલોમાં થયેલા હુમલામાં કુલ 42 લોકોના મોત થયા હતા.