સૌરાષ્ટ્રમાં થઈ વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ઠેક-ઠેકાણે પાણી ફરી વળ્યા છે. ઝાડ પડવાથી કેટલાક રસ્તાઓ બંધ થઈ ગયા છે અને કેટલીક જગ્યા ટ્રાફીક જામ અને ગીચોગીચ થઈ ગયું છે. એસટીની ટ્રાન્સપોર્ટેશન પર પણ વરસાદની અસર પડી છે. રસ્તાઓ પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મેધરાજા મન મૂકીને વરસી રહ્યા છે.
દક્ષિણ ગુજરતાના સુરત સહિતના વિસ્તારોમાં બપોરથી વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે જનજીવન ઠપ્પ થઈ જવા પામ્યું છે. હવામાન ખાતાએ 28 અને 29મી તારીખે ધોધમાર વરસાદની આગાહી કરી હતી અને તે વરસાદ ખાબકી રહ્યો છે.