ડિસ્કવરી ચેનલના એડવેન્ચર શો Man Vs Wildમાં પ્રધાનમંત્રી મોદીએ ભાગ લીધો. આ શોને 12મી ઓગષ્ટે રાત્રે નવ વાગ્યે ચેનલ પ્રસારિત કરવામાં આવશે. પણ આ શોનું ટીઝર રિલીઝ થતાંની સાથે જ શોના હોસ્ટ બેયર ગ્રિલ્સ સાથે પીએમ મોદી એડવેન્ચર કરતાં જોવા મળી રહ્યા છે.
બેયર ગ્રિલ્સે ટવિટ કરીને શો અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે શોને 180 દેશનાલોકો જોશે. આ એપિસોડમાં પીએમ મોદીનું એવું રૂપ જેવા મળશે જેનાથી દુનિયા અજાણ છે.
ગ્રિલ્સે લખ્યું કે પર્યાવરણ અને સંરક્ષણના હેતુ સાથે પીએમ મોદી જંગલમાં પહોંચ્યા હતા. Man Vs Wild શો લોકપ્રિય અને ચર્ચિત છે. લોકોમાં જંગલ પ્રત્યે જાગૃતિ આવે તેના માટે પીએમ મોદીએ શોમાં ભાગ લીધો છે. આ શોમાં અનેક જાણીતી હસ્તીઓ આવી ચૂકી છે.
Man Vs Wild શો પહેલી વાર 13 વર્ષ પહેલાં લોન્ચ થયો હતો. આ શોમાં સર્વાઈવલ સ્કીલ પર ફોકસ કરવામાં આવે છે. શોમાં સામાન્યપણે હોસ્ટને કોઈ ચોક્કસ જગ્યાએ પહોંચાડવામાં આવે છે અને જીવીત રહેવા માટેની તરકીબો શોધવામાં આવે છે.
ટવિટપ પર શોનું ટીઝર રિલીઝ થતાં માત્ર બે ક્લાકમાં બે લાખ લોકોએ તેને જોયું હતું.
અંતે પીએમ મોદીના એડવેન્ચરનો વીડિયો જૂઓ..