ઝાડ પર માળો બાંધનાર ચકલીને છેલ્લી વખત ક્યારે જોઈ છે? શહેરી વિસ્તારોમાંથી ચકલીની ચીંચીં ગાયબ થઈ ગઈ છે. પણ આ બધી બાબતોનો વડોદરાના નવમા ધોરણના વિદ્યાર્થઓએ પર્દાફાશ કર્યો છે. સેન્ટ કબીર સ્કૂલના નવમા ધોરણમાં ભણતા 25 વિદ્યાર્થીઓએ આકાશમાંથી ગાયબ થઈ રહેલી ચકલીઓ અને પક્ષીના ગાયબ થવા પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. વડોદરામાંથી નોંધપાત્ર સંખ્યામાં ગાયબ થઈ રહેલી પક્ષીઓની પંદર જેટલી જાતિઓ પર ફિલ્મમાં ફોકસ કરવામાં આવ્યું છે. 28મીએ ઉજવાયેલા વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે(વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિન) પર આ ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભારતીય ગ્રે હોર્ન-બીલ, એશિયન લીલો મધમાખી ખાનાર, કાળો પતંગ, તાંબુ સ્મિથ બાર્બેટ, સ્વીફ્ટ, મોર, કાગડો, કોઠાર-ગળી, ગુલાબ-રેંજ પારકીટ, કાળા પાંખવાળા સ્ટલ્ટ, પાઈડ કિંગફિશર, મધ્યવર્તી એઝરેટ અને બ્રેસ્ટેડ વોટર-મરઘી જેવા પક્ષીઓના ગાયબ થવાનું બિહામણું ચિત્ર રજૂ કરી આ ફિલ્મને 28મીએ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિન નિમિત્તે બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી.
ફિલ્મના નિર્દેશક તસ્મય ઉપાધ્યાયે જણાવ્યું હતું કે વર્ષ 2016માં ચકલી ઉપર યોજાયેલી વર્કશોપમાં ભાગ લીધા પછી શહેરી વિસ્તારોમાંથી ગાયબ થતા પક્ષીઓ વિશે ભારે ચિંતિત હતો. વિદ્યાર્થીઓ અગાઉ બાળકો માટે એન્વાયરમેન્ટ ડેવોલપમેન્ટ ઈનિસેટિવ્ઝ ચલાવતા હિતાર્થ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ચકલી પર ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. ફિલ્મના સહાયક નિર્દેશક આદિત્ય પટેલે જણાવ્યું હતું કે આ ફિલ્મ મહત્વપૂર્ણ છે કારણ કે તે મનુષ્ય અને પૃથ્વીની અન્ય જાતિઓ વચ્ચે કેમ સંતુલન જાળવી રાખવું તેની સમજ આપે છે અને ફિલ્મમાં પક્ષીઓના સંરક્ષણ પર મજબૂતીથી પ્રકાશ પાડવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ પક્ષીઓના સંવર્ધન માટે અનેક નિષ્ણાતોની સલાહ પણ લીધી હતી અને તેને ફિલ્મમાં દર્શાવવામાં પણ આવ્યું છે. કેવી રીતે પક્ષીઓને બચાવી લેવામાં આવે તેના માટે નવમા ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા સ્તૂત્ય કાર્ય કરવામાં આવ્યું છે.