ઉન્નાવ રેપ રેસ: પીડિતાની કાકી-માસીના મોત મામલે ભાજપના ધારાસભ્ય વિરુદ્વ હત્યાનો ગુનો દાખલ

ઉન્નાવ રેપ કેસની પીડિતા સાથે થયેલા અકસ્માતમાં કાકી-માસીના મોત મામલે ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર વિરુદ્વ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. કુલદીપ વિરુદ્વ હત્યા અને હત્યાનું ષડયંત્ર રચવાની એફઆઈઆર દાખલ કરાઈ છે. પીડિતાના કાકાએ કુલદીપ વિરુદ્વ ફરીયાદ દાખલ કરી છે. પીડિતાના કાકા હાલ રાયબરેલી જેલમાં છે.

એફઆઈઆરમાં ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર, તેનો ભાઈ મનોજ સેંગરનું નામ પણ છે. આ ઉપરાંત 10 અન્ય લોકોના નામ છે, તથા અજાણ્યા 15-20 જણા વિરુદ્વ ફરીયાદ કરવામાં આવી છે. આઈપીસીની કલમ 302,307, 506,120-બી પ્રમાણે એફઆઈઆર કરવામાં આવી છે.