ભવિષ્ય કહેતી ગાય, જાણો આ જ્યોતિષી ગૌમાતા વિશે

દેશમાં ગૌરક્ષાના અનેક અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. ગાયને માતા તરીકે પૂજવામા આવે છે, પણ એક ગાય એવી છે કે જે ભવિષ્ય ભાખે છે. સોશિયલ મીડિયામાં ભવિષ્ય ભાખતી ગાયના ફોટો અને વીડિયો ખાસ્સા વાયરલ થઈ રહ્યા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ રવિવારે ગાયના અમુક ફોટો શેર કર્યા હતા. સાથે જ એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે ભવિષ્ય કહેનારી ગાય વિશે કહ્યુ હતુ. સાથે જ રસ્તાઓ પર ફરવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. 

તેમણે લખ્યુ હતુકે, રસ્તા પર ફરતાં તમે ઘણું બધુ શીખી શકો છો. લોકોની મદદ કરો અને તેમના ચહેરા પર હાસ્ય જુઓ અને બદલામાં ગુલાબનું ફૂલ મેળવો. વાડ્રાએ હસતા બાળકોનાં એક ગ્રુપનો ફોટો શેર કરતા લખ્યુ હતુકે, ગુલાબ વેચતા. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનાં પતિ રોબર્ટ વાડ્રાએ ભવિષ્ય કહેતી એક ગાય વિશે કહ્યુ હતુ, જે પોતાનું માથુ હલાવીને ભવિષ્ય કહેતી હતી. 

તેમણે ગાયનો એક ફોટો અને વીડિયો શેર કરતાં લખ્યુ હતુકે, તમે ગાય દ્વારા ભવિષ્ય પણ જાણી શકો છો. આ અદ્દભુત દેશનો હિસ્સો હોવાનું ગર્વની વાત છે. વીડિયોમાં વાડ્રા એક સાધુ સાથે વાત કરતાં દેખાઈ રહ્યા છે. જેમાં તેમની સાથે એક ગાય પણ છે. વાડ્રા સાધુને પુછે છેકે, શું તે બધુ જ જણાવશે. સાધુએ કહ્યુ હતુકે, તમને બધુ જ જણાવશે અને સાથે જ આશીર્વાદ પણ આપશે. આ શ્રાવણનો પવિત્ર મહિનો છે. ત્યારબાદ ગાય વાડ્રાની પાસે જાય છે. જે ગાડીમાં બેઠેલાં હતા. વાડ્રા બહુજ પ્રેમથી ગાયને હેલો ડાર્લિંગ, હેલો બેબી કહે છે. ઉલ્લેખનીય છેકે, વાડ્રા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. અને ઘણી બધી પોસ્ટ પણ મૂકે છે.