કંપારી છોડાવતો વીડિયો: એક દુર્ઘટના મોં ફાડીને રાહ જૂએ છે, શાળામાં જવા બાળકો જાનની બાજી લગાવે છે

એજ્યુકેશન મામલે ભાજપની લગભગ તમામ રાજ્ય સરકારો મોટી-મોટી ડંફાશ મારે છે, ગુલબાંગો પોકારે છે, પણ દિવા તળે ઘોર અંધારું જોવા મળી રહ્યું છે. શાળાઓની સ્થિતિ એટલી બધી જોખમી બની ગઈ છે કે બાળકોના જાન પર જોખમ ઉભૂં થયું છે.

મુંબઈના તાતા નગર વિસ્તારમાં આવેલી ચૂનાભઠ્ઠીની શાળામાં બાળકોને ચોથા માળે ભણવા માટે જવું પડે છે. ચોથા માળે વર્ગખંડમાં જવા માટે બાળકોને અત્યંત જોખમી અને ખખડઘજ બાલ્કની કહો તો બાલ્કની અને સ્પેસ કહો તો સ્પેસમાંથી પસાર થવું પડે છે. બાળકો સાંકડી અને તૂટે-ફૂટેલી જગ્યામાંથી પસાર થવા માટે દોરડાના સહારે આવન-જાવન કરે છે.

જૂઓ વીડિયો…

મુંબઈમાં હાલ હોનારતોનો દૌર ચાલી રહ્યો છે. ભારે વરસાદે મુંબઈમાં ખાના-ખરાબી સર્જી છે ત્યારે મુંબઈ-થાણેમાં આવા પ્રકારની ચારેક સ્કૂલ હોવાની માહિતી મળી રહી છે. મહારાષ્ટ્રની બહુ દોડતી ફડણવીસ સરકારના કાન સુધી આ મામલો પહોંચે તે જરૂરી છે, નહિંતર એક બહુ જ ખતરનાક દુર્ઘટના મોં ફાડીને બાળકોને ઓહિયા કરી જવા રાહ જોઈ રહી હોય એવું લાગે છે.