Whatsapp બનાવી રહ્યું છે ડેસ્કટોપ વર્ઝન, મોબાઈલ પર નેટ વિના મોકલી શકાશે મેસેજ

ફેસબૂકની માલિકી હેઠળ આવ્યા બાદ Whatsapp દ્વારા હવે નવું વર્ઝન લોન્ચ કરવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. Whatsappનું ડેસ્કટોપ વર્ઝન આવી રહ્યું છે, જેનાથી મોબાઈલ પર ઈન્ટરનેટ વિના પણ યૂઝર્સ સીધા મેસેજ મોકલી શકશે અને પોતાના પીસી પરથી પણ કરી શકશે. Whatsapp એ એપના વેબ વર્ઝનને 2015માં લોન્ચ કર્યું હતું. આના દ્વારા કમ્પ્યૂટર પર ચેટને મોનિટર કરી શકાય છે. પણ તે પહેલાં યૂઝર્સ મોબાઈલ ફોનને ઈન્ટરનેટ સાથે કનેકટ કરવો પડે છે.

વિશ્વસનીય Whatsapp લિકર અકાઉન્ટ ડબ્લ્યૂએબીટાઈન્ફોએ ટવિટ કરી આ જાણકારી આપી હતી કે કંપની એક યૂનિવર્સલ વિન્ડોઝ પ્લેટફોર્મ(યૂડબ્લ્યૂપી) એપ બનાવી રહી છે. સાથે જ કંપનીએ એક નવી મલ્ટી પ્લેટફોર્મ સિસ્ટમ પર પણ કામ કરવાની માહિતી આપી છે. આ પ્લેટફોર્મથી ફોન બંધ હશે તો પણ એપ કામ કરશે.

મલ્ટી પ્લેટફોર્મ સિસ્ટમ પરથી યૂઝર્સ એક જ સમયે અનેક ડિવાઈસના માધ્યમથી ચેટ અને પ્રોફાઈલ એક્સેસ કરી શકશે. આ પહેલાં લીક થયેલા ન્યૂઝ પ્રમાણે Whatsappનું આ ફિચર એન્ડ્રોઈડ અને આઈઓએસ એમ બન્ને પર ચાલતા સ્માર્ટ ફોન પર જલ્દી ઉપલબ્ધ કરવામાં આવશે.

હાલમાં કંપની યૂનિવર્સલ વિન્ડોઝ પ્લેટફોર્મ(UWP)ને ડેવલપ કરવાનું કામ કરી રહી છે. ડબ્લ્યૂએબીટાઈન્ફોએ ટવિટર લખ્યું છે કે WhatsApp એક નવી સિસ્ટમ ડેવલપ કરવા જઈ રહ્યું છે. જેના થકી યૂઝર્સ એક જ સમયે બે અલગ અલગ ડિવાઈસ પર WhatsAppનું લોગીન કરી શકશે. નવા મલ્ટી પ્લેટફોર્મ પર યૂઝર્સ પોતાના iPad અને iPhone પર WhatsApp ચલાવી શકશે. આ સાથે જ iOS અને Android ડિવાઈસીસ પર એક WhatsApp અકાઉન્ટ ચાલી શકશે. WhatsAppના અન્ય ફિચરમાં WhatsApp Paymentની વાત કરીએ તો કંપની આ વર્ષના અંત સુધીમાં ભારતમાં પેમેન્ટ સર્વિસ લોન્ચ કરી શકે એવી શકયતા છે.