વીડિયો: રાજકોટના કોન્સ્ટેબલ ઝાલા બાપૂની સિમ્બા સ્ટાઈલ તો જૂઓ, કાર પર બેસીને રણવીરસિંગને પણ ફિક્કો પાડી દીધો

ગુજરાત પોલીસને ટીકટોક વીડિયોનું જાણે ઘેલું લાગ્યું હોવાનું જણાય છે. અલ્પિતા ચૌધરી, વરુણ શર્મા, મનજીતા વણઝારા, રાજકોટના એક સમયના કોન્સ્ટેબલનો પોલીસ વાન પરનો વીડિયો અને હવે રાજકોટના જ ઝાલા બાપૂનો વીડિયો વાયરલ થયો છે.

રણવીરસિંગની ફિલ્મ સિમ્બામાં જોવા મળે છે તેમ રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ડી.કે.ઝાલાનો વીડિયો વાયરલ થયો છે. અત્યાર સુધી વાયરલ થયેલા વીડિયો અંગે લોકોના જે પ્રતિભાવો છે તેમાં કેટલાક લોકો કહે છે કે પોલીસ પણ માણસ છે અને એમને એન્જોય કરવા દેવામાં આવે. જ્યારે પોલીસ અધિકારીઓ કહી રહ્યા છે વર્દીમાં પોલીસે આવા પ્રકારના વીડિયો વાયરલ કરવા જોઈએ નહીં. ઓન ડ્યૂટી કે વર્દીમાં વાયરલ થયેલા વીડિયો પોલીસની ઈમેજ સામે પ્રશ્નો ઉભા કરે છે.

જૂઓ વીડિયો…

રાજકોટના પોલીસ કોન્સ્ટેબલ ડી.કે.ઝાલા સિમ્બા સ્ટાઈલમાં કાર પર બેસીન લોન્ગ ડ્રાઈવ નીકળ્યા છે અને સિમ્બાની જેમ ડ્રોસ પહેરીને તેમણે વીડિયો બનાવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ અને ખાસ કરીને ગુજરાત સરકાર માટે માથાનો દુખાવો બની રહેલા આવા વીડિયો અંગે ચોક્કસ પોલિસી બનાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. જોકે, ગુજરાતના પોલીસ વડા દ્વારા આવા પ્રકારના વીડિયો અંગે સખત કાર્યવાહી કરવાના આદેશ પહેલાંથી જ આપી દેવામાં આવ્યા છે.