ઉન્નાવ ગેંગ રેપ કેસની પીડિતા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે, વાંચો કરૂણાંતિકા વિશે

ઉન્નાવના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર પર રેપનો આરોપ મૂકનારી પીડિતાનું આજે અકસ્માત થયું હતું. અકસ્માતમાં પીડિતાની સાથે કારમાં સવાર તેની કાકી અને રેપ કેસની મુખ્ય સાક્ષી મહિલાનું મોત થયું છે. આ ઉપરાંત પીડિતાના વકીલ પણ ગંભીર રીતે ઈજા પામ્યા છે અને તેમને લખનૌ ખાતેની હોસ્પિટલમાં રવાના કરાયા છે.

રવિવારે પીડિતાની કારને ટ્રકે ખતરનાક ટક્કર મારી હતી. આ ઘટના યુપીના રાયબરેલીના ગુરુબખ્શગંજ થાના વિસ્તારમાં રાયબરેલી-બાંદ્રા હાઈવે પર સુલ્તાનપુર ખેળા પાસે બની હતી.

પીડિતા રાયબરેલી જિલ્લા જેલમાં બંધ સગાને મળવા માટે જઈ રહ્યા હતા. પીડિતાનો પરિવાર સ્વીફ્ટ ડીઝાયર કારમાં મુસાફરી કરી રહ્યો હતો. ત્યારે સુલ્તાનપુર નજીક ઘટના બની હતી. ઘટના સ્થળે જ એક મહિવાનું મોત થયું જ્યારે પીડિતાની કાકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.ઘટનામાં કારના ફૂરચેફૂરચા ઉડી ગયા છે.