ડુમસના દરિયામાં ત્રણ તણાયા, યુવતી દરીયામાં લાપતા, યુવક-યુવતીને બહાર કઢાયા

આજે રવિવારના રજા દિવસે સુરતના ડૂમસના દરીયા કિનારે આવેલા ત્રણ જણા તણાયા હોવાની માહિતી મળી રહી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા છે. સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદની મજા સજા બની ગઈ હતી.

વિગતો મુજબ રવિવારે રજાના દિવસે ડૂમસ બીચ પર દરીયા કિનારે રજા માણવા આવેલા લોકો પૈકી ત્રણ જણા દરીયાના મોજામાં તણાઈ ગયા હતા. દરીયાના પાણીમાં એક યુવતી લાપતા બની હતી. જ્યારે યુવક અને યુવતીનો લોકોએ આબાદ બચાવી લીધા છે. ત્રણેયની ઓળખ કરવામાં આવી રહી છે.

ત્રણ જણાને દરીયાના પાણીમાં તણાતા જોઈને લોકોએ બેને બચાલી લીધા હતા. જ્યારે એક યુવતી દરીયામાં લાપતા થતાં દેકારો મચી ગયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.