અર્જુન કૂપરની વોચની કિંમત જાણી ચોંકી જશો, આટલા રૂપિયામાં ખરીદી શકાય છે 2 BHKનો ફ્લેટ

અર્જુન કપૂર હાલમાં મલાઈકા અરોરા સાથેના અફેરને કારણે ખાસ્સો ચર્ચામાં છે. પણ આ વખતે તેની ચર્ચા અફેરના કારણે નહીં પણ તેની ઘડીયાળના કારણે થઈ રહી છે. આ ઘડીયાળની કિંમત જાણીને ચોંકી જવાય છે. આટલા રૂપિયામાં તો 2 BHKનો ફ્લેટ ખરીદી શકાય છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે અર્જુન કપૂરની આ ઘડીયાળ Rolex Oyster Perpetual Yacht Master 2ની સિરીઝની છે. કંપનીએ આ ઘડીયાળ 1992માં લોન્ચ કરી હતી. ઘડીયાળની ખાસિયત એ છે કે તેમાં 18 કેરેટ ગોલ્ડ છે. વોટરપ્રુફ છે. ભારતમાં આ ઘડીયાળ ખરીદવા જઈએ તો તેની કિંમત આશરે 27 લાખ 57 હજાર રૂપિયા આંકવામાં આવે છે.

આ ઘડીયાળ ત્યારે ચર્ચામાં આવી કે જ્યારે અર્જૂન કપૂર અમેરિકા ગયો હતો. અર્જુને ફોટો શેર કર્યો હતો. જેમાં તે આ લક્ઝરી વોચ પહેરેલો નજરે પડે છે.

હવે વાત કરીએ કરિયરની તો અર્જુનની ઈન્ડીયાઝ મોસ્ટ વોન્ટેડ આવી અને ફ્લોપ રહી હતી. હાલ તે આશુતોષ ગોવારીકરની ફિલ્મ પાનીપતમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં મરાઠા યોદ્વાની ભૂમિકા છે. સાથે છે કૃતિ સનોન. જ્યારે સંજય દત્ત નેગેટીવ રોલમાં છે.