સુરત: ખ્વાજા દાના દરગાહના સજ્જાદાનશીન કમર બાવા જન્નતનશીન

સુરત જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત હઝરત ખ્વાજા દાના દરગાહના સજ્જાદાનશીન હાજી સૈયદ ઈબ્રાહીમ” કમર બાવા”નો આજે સાંજે 78 વર્ષની જૈફ વયે ઈન્તેકાલ(જન્નતનશીન-નિધન) થયો છે.. તેમનો જનાજો આવતીકાલે સવારે દસ વાગ્યે બડેખાં ચકલા, હઝરત ખ્વાજા દાના દરગાહ ખાતેના તેમના નિવાસ સ્થાનેથી નીકળશે અને હઝરત ખ્વાજા દાના દરગાહ ખાતે અંતિમવિધિ કરવામાં આવશે.

કમર બાવા પાછલા કેટલાક મહિનાઓથી હૃદયની બિમારી વિરુદ્વ ઝીંક ઝીલી રહ્યા હતા. નાદુરસ્ત તબિયત હોવા છતાં દરગાહ શરીફ પર તેમની સતત હાજરી રહેતી હતી. તેઓ પાછળ બહોળા પરિવારને રડતો છોડી ગયા છે. તેમના બે દિકરા ફિરોઝ સૈયદ અને હફીઝ સૈયદ છે.

તેમના માનનારાઓને મોટો આઘાત લાગ્યો છે. તેમનો પરિવાર અને ચાહનારા વર્ગમાં શોકની કાલીમાં ફરી વળી છે.