ઈન્ડોનેશિયાના બાલીમાં બની એવી ઘટના કે ભારતનું માથું શરમથી ઝૂકી જાય, શું ખરેખર હોટલનું સામાન ચોરાયું હતું? જાણો

રવિવારે સવારે ભારતના પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર આવ્યા કે ઈન્ડોનશિયના બાલીમાં ભારતીય પરિવાર દ્વારા હોટલના સામાની ચોરી કરવામાં આવી હતી. ચોરાયેલા સામાનનો વીડિયો વાયુવેગે વાયરલ થયો અને તેના રિએક્શન પણ આવ્યા.

હોટલાના સામાનને ભારતીય પરિવારની ગાડીમાં બહાર કાઢવામાં આવી રહ્યો છે તેવો વીડિયો પણ બનાવવામાં આવ્યો. પરિવારની બેગ, સૂટકેશ એમ બધામાંથી હોટલનું સામાન કાઢવામાં આવ્યું હતું. પરિવાર હોટલના સ્ટાફને કહી રહ્યો છે કે આ સામાન કેવી રીતે અમારી બેગમાં આવ્યો તેની જાણકારી અમને નથી. છતાં હોટલ સ્ટાફ તેમની કોઈ વાત સાંભળવા તૈયાર નથી. પરિવારમાંથી પુરુષ મહિલા પર રોષ પણ કાઢે છે કે આવો 50 લાખ રૂપિયાનો સામાન તેને અપાવી શકું છું તો મહિલા ત્યારે પણ કહે છે કે સામાન કેવી રીતે બેગમાં આવ્યો તેની જાણકારી નથી. મતલબ કે ચોરાયેલા સામાનની ભીતરમાં કશુંક તો રંધાયું છે.

પરિવાર હોટલ સ્ટાફના હાથપગ જોડે છે અને રૂપિયા ચૂકવવાની ઓફર પણ કરે છે પણ હોટલ સ્ટાફે પોલીસને બોલાવી લીધી હોય છે અને આ વીડિયોને જ વાયરલ કરવામાં આવ્યો છે. પરિવારને કોઈક રીતે ફસાવવામાં આવ્યો છે કે કેમ તે પ્રશ્ન પણ ઉભો થઈ રહ્યો છે પણ મોટાભાગના લોકોએ વીડિયો અંગે એવું જ લખ્યું છે કે આ ઘટના જોતાં ભારતીયોનું માથું શરમથી ઝૂકી ગયું છે.