અમદાવાદના રેસ્ટોરન્ટમાં રોબોટ પીરસે છે ભોજન, લોકોમાં જબરદસ્ત આકર્ષણ

અમદાવાદમાં આવેલા રેસ્ટોરન્ટમાં રોબોટ દ્વારા ખાવાનું પીરસવામાં આવે છે. રોબોટને લઈ અમદાવાદના રેસ્ટોરન્ટની ડિમાન્ડ વધી છે અને રોબોટે અમદાવાદીઓમાં ખાસ્સું આકર્ષણ જમાવ્યું છે. મહત્વની વાત એ છે કે આ રોબોટ ત્રણ ભાષામાં વાત કરે છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં રોબોટ વાત કરે છે, જેેને સાંંભળીને લોકોને નવાઈ લાગે છે. ઈન્ડીયન સ્વેગ હોટલમાં આ રોબોટને તૈનાત કરવામાં આવ્યો છે.

અમદાવાદના રેસ્ટોરન્ટ દ્વારા રોબોટ ખાવાનું પીરસે તેવો આઈડીયા અમલમાં મૂકવામાં આવ્યો. જો તમે પહેલી વખત રેસ્ટોરન્ટની મુલાકાત લઈ રહ્યા છો તો તમારો ફોટો અને નામ તેનામાં ફીટ થઈ જશે અને બીજી વખત જો તમે રેસ્ટોરન્ટની મુલાકાતે જશો તો રોબોટ તમને તમારા નામથી સંબોધન કરશે.

રોબોટને લોન્ચ કરવામાં આવ્યા બાદ રેસ્ટોરન્ટની કમાણીમાં 60 ટકાનો વધારો થયો છે. કમાણીના દ્રષ્ટિકોણથી પણ રોબોટ કમાઉ દિકરો સાબિત થઈ રહ્યો છે. રોબોટને જોવા અને તે કેવી રીતે કામ કરે છે તેના માટે લોકો ખાસ આ રેસ્ટોરન્ટમાં આવે છે.

રેસ્ટોરન્ટમાં હાલ બે રોબોટ લોન્ચ કરવામાં આવ્યા છે. આ રોબોટને નામ પણ આપવામાં આવ્યા છે. એક રોબોટનું નામ લેક્સા છે. રેસ્ટોરન્ટમાં વધુને વધુ લોકો આવે તેના માટે કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે.

અમદાવાદની જેમ જ રોબોટ થીમ પર આધારિત રેસ્ટોરન્ટનો ચેન્નઈમાં શરૂઆત કરવામાં આવેલી છે. અમદાવાદનું આ રેસ્ટોરન્ટ ભવિષ્યમાં વધુ રોબોટ ડિપ્લોય કરવાની યોજના બનાવી રહ્યું છે.

રેસ્ટોરન્ટના માલિક ભૂપેન્દ્રસિંગ સાહનીને  રોબોટનો આઈડીયા આવ્યો હતો. અમદાવાદના પ્રહલાદ નગર-આનંદર ખાતે આવેલા રેસ્ટોરન્ટના ઓપરેશન મેનેજર ભૂષણ જૂનાગડે જણાવ્યું કે લોકોને ફૂડની સાથે એન્ટરટેઈન મળી રહે તેવો આઈડીયા રેસ્ટોરન્ટના માલિક દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે. લોકોને રોબોટ થીમ આધારિત રેસ્ટોરન્ટમાં આવવાનું ગમી રહ્યું છે.