મહાલક્ષ્મી એક્સપ્રેસના તમામ 700 મુસાફરોને સલામત રીતે બચાવી લેવાયા, ફસાયેલામાં નવ ગર્ભવતી મહિલા પણ હતી

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે રેલ સેવા પર પ્રતિકૂળ અસર થઈ છે. રેલની સાથે વિમાન સેવા પણ બાધિત થઈ છે. ભારે વરસાદના કારણે ટ્રેક પર પાણી ફરી વળતા 700 મુસાફરો સાથેની મહાલક્ષ્મી એક્સપ્રેસ થાણેના બદલાપુર નજીક પાણીમાં ફસાઈ ગઈ હતી. તમામ 700 મુસાફરોને સલામત રીતે ટ્રેનમાં અન્ય શિફ્ટ કરી બચાલી લેવામાં આવ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે હાલના તબક્કે ટ્રેનમાં ફસાયેલા તમામ યાત્રીઓને બચાવી લેવામાં આવ્યા છે. ગૃહમંત્રીએ એનડીઆરએફ, એરફોર્સ અને વાયુસેનાના બચાવ દળની પ્રશંસા કરી હતી. ફસાયેલા મુસાફરોમાં નવ ગર્ભવતી મહિલાઓ પણ હતી. આ મહિલાઓને નજીકની હોસ્પિટલમા ખસેડવામાં આવી છે. 37 જેટલી એમ્બ્યુલન્સ તૈનાત કરી દેવામાં આવી છે.

મુસાફરો માટે ખાદ્ય પદાર્થ અને મેડીકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે. પાછલા 20 ક્લાકથી મુસાફરો ટ્રેનમાં ફસાયેલા હતા. આ ઉપરાંત મુસાફરોને સ્થળાંતરિત કરવા માટે 14 બસ અને ત્રણ ટેમ્પોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.