વધુ આસાનીથી રિચાર્જ કરો જિઓ મોબાઈલ, માર્કેટમાં આવી ગઈ છે આ એપ

રીલાયન્સ જિઓએ પોતાના ગ્રાહકો માટે નવું ડિજીટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ ડિજીટલ આસિસ્ટન્ટનું નામ જિઓ સારથી રાખવામાં આવ્યું છે. આ એક વોઈસ બેસ્ટ આસિસ્ટન્ટ છે, જે માય જિઓ એપ પર ઉપલબ્ધ છે. જિઓએ ગ્રાહકોને રિચાર્જની સુવિધામાં સરળતા રહે તેના માટે આ એપ બનાવી છે.

જિઓ સારથી દ્વારા ગ્રાહક પોતાના નંબરથી આસાનીથી રિચાર્જ કરી શકશે. સારથી એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ બન્નેમાં 27 જુલાઈ એટલે કે આજથી શરૂ થઈ ગઈ છે. તમે વિચારી રહ્યા છો કે માય જિઓમાં તો મોબાઈલ રિચાર્જ કરી શકાય છે તો પછી જિઓ સારથીની જરૂર શું છે. તો જણાવી દઈએ કે માય જિઓ એપ દ્વારા રિચાર્જ કરવામાં ગ્રાહકોને થોડીઘણી હેરાનગતિ થતી હતી,તેને આ એપ મારફત દુર કરવામાં આવી છે. કંપનીનું માનવું છે કે જિઓ સારથી મારફત વધુમાં વધુ જિઓ યૂઝર્સ ડિજીટલ રિચાર્જ કરી શકશે.

જિઓ સારથી ડિજીટલ આસિસ્ટન્ટ યૂઝર્સને રિચાર્જની પ્રક્રિયા દરમિયાન ગાઈડ કરશે. સ્ટેપ બાય સ્ટે ગ્રાહકોને રિચાર્જ અંગે જાણકારી આપશે. જિઓ સારથી એ પણ બતાવશે કે તમારું કાર્ડ ક્યાં મળશે અને તેને કેવી રીતે નાંખવાનું છે. હાલ આ એપ હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. જો તમને રિચાર્જ કરવામાં અસુવિધા થઈ રહી છે તો જિઓ સારથીને ડાઉનલોડ કરી અગવડમાંથી છૂટકારો મેળવી શકાય છે.

તમને જણાવી દઈએ કે રિલાયન્સ જિઓએ દેશમાં પહેલી વાર ઈન્ટરનેટ યૂઝર્સ મટે ડિજીટસ સાક્ષરતા શરૂ કરવાની પહેલ કરી છે. ફેસબૂકના સહયોગથી ડિજીટલ ઉડાનની પહેલનાં ભાગરૂપે યૂઝર્સ સાથે દર શનિવારે સંપર્ક કરવા ઉપરાંત જિઓ ફોનના ફિચર્સ, અલગ અલગ એપ્લિકેશન્સ સહિતના ઉપયોગ તથા ઈન્ટરનેટ સુરક્ષા વિશે મદદરૂપ થવાની યોજના છે.  રિલાયન્સ જિઓના ડાયરેક્ટર આકાશ અંબાણીએ કહ્યું હતું કે આ કાર્યક્રમની શરૂઆત દેશના 13 રાજ્યોના 200 સ્થળો પર કરવામાં આવશે.