જમ્મૂ-કાશ્મીરના શોપીયા જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળો અને આતંકીઓ સાથે થયેલી અથડામણમાં જૈશે મોહમ્મદનો કમાન્ડર મુન્ના લાહોરી માર્યો ગયો છે. લાહોરીને બિહારીના નામે પણ ઓળખવામાં આવતો હતો. લાહોરી પાકિસ્તાનથી આવ્યો હોવાનું માનવામાં આવે છે. કાશ્મીરમાં અનેક લોકોની હત્યામાં પણ લાહોરી સંડોવાયેલો હતો. લાહોરીની સાથે અન્ય એક આતંકી પણ અથડામણમાં માર્યો ગયો છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે મુન્ના લાહોરી જૈશમાં યુવકોની ભરતી કરવાનું કામ કરતો હતો. ચોક્કસ બાતમીના આધારે શોપીયામાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. શોપીયાના બોનબજાર વિસ્તારમાં ધેરબંધી કરી હતી. સામ-સામે ભારે ફાયરીંગ થયું હતું. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરીને બન્ને આતંકીન ઠાર કર્યા હતા.