GST કાઉન્સીલનો નિર્ણય: ઈલેકટ્રીક ગાડીઓ અને ચાર્જરો પરનો ટેક્સ ઘટાડી 5 ટકા કરાયો

GST કાઉન્સીલે શનિવારે ઈલેકટ્રીક ગાડીઓ પરનો 12 ટકાનો ટેક્સ ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પહેલી ઓગષ્ટથી અમલમાં આવશે. કાઉનસીલની 36મી બેઠક બાદ સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઈલેકટ્રીક ગાડીઓના ચાર્જર પરનો ટેકસ પણ 18 ટકાથી ઘટાડી પાંચ ટકા કરવામાં આવ્યો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ પ્રમુખપદે મળેલી મીટીંગ વીડિયો કોન્ફરન્સ થકી કરવામાં આવી હતી. કાઉન્સીલે સ્થાનિક અધિકારીઓ દ્વારા ઈલેક્ટ્રીક બસોને ભાડા પર લેવા માટે GSTમાં છૂટ આપવામાં આવી છે. નોંધનીય છે કે નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં વ્યસ્ત હોવાના કારણે ગુરુવારે થનારી GSTની મીટીંગને સ્થગિત કરી હતી.