દેશભરમાં ભાજપ દ્વારા મેમ્બરશીપ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ સાયબર સેલ દ્વારા ભાજપની મેમ્બરશીપના બોગસ કાર્ડ બનાવવા બદલ યુવાનની ધરપકડ કરવામાં આવી હતી. યુવાને પાકિસ્તાનના વઝીરે આઝમ ઈમરાન ખાન તથા રેપ કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસામરામ અને ગુરમીત રામરહીમના બોગસ કાર્ડ બનાવી સોશિયલ મીડિયા પર સર્કયુલેટ કર્યા હતા.
અમદાવાદના ખોખરામાં રહેતા અને ભાજપના મહામંત્રી કમલેશ પટેલે સાયબર સેલમાં ફરીયાદ આપી હતી. પોલીસે તપાસ કરતા યુવાનનું નામ ગુમાલ ફરીદ શેખ હોવાનું ખૂલ્યું હતું. પોલીસે ગુલામ ફરીદ શેખની ધરપકડ કરી હતી. ફરીદે ઈમરાન ખાન, આસારામ અને ગુરમીત રામરહીમના ભાજપની મેમ્બરશીપના બોગસ કાર્ડ બનાવીને સોશિયલ મીડિયામાં સર્કેયુલેટ કર્યા હતા.
ભાજપે મેમ્બરશીપ અભિયાનમાં આવી રીતે ઈ-કાર્ડ આપવાની સ્કીમ બનાવી છે. ટેક્સ્ટ મેસેજ અથવા ફોન કોલ થકી કાર્ડ બનાવી શકાય છે. કમલેશ પટેલ 24મી તારીખે ભદ્રા ખાતે આવેલા વસંત ચોકના કાર્યક્રમ હતા ત્યારે તેમની જાણમાં આવા બોગસ કાર્ડની વિગતો સામે આવી હતી. કમલેશ પટેલે આ અંગે પોલીસ ફરીયાદ કરી હતી.
સાયબર સેલે ફરીદ શેખ વિરુદ્વ આઈપીસીની કલમ-465(ફોજદારી)469( માનહાની કરવા અંગે) અને 471( મૂળ ડોક્યુમેન્ટ સાથે ચેડાં) તેમજ ઈન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજીની કલમ 66-સી મુજબ કાર્યવાહી કરી છે.