વીડિયો: વાંકાનેરમાં ભાજપના નેતા જીતુ સોમાણીએ ડોક્ટરને પટકી-પટકીને માર માર્યો, વીડિયો વાયરલ

મોરબી જિલ્લાના વાંકાનેરમાં ભાજપના નેતા દ્વારા સરકારી હોસ્પિટલનાં ડોક્ટરને માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં મોટા પ્રમાણમાં હોસ્પિટલના તબીબોમાં રોષ વ્યાપી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

જૂઓ વીડિયો…

વીડિયોમાં દેખાય છે કે જીતુ સોમાણી અને ડો.ગોસાઈ વચ્ચે કોઈક બાબતે બોલાચાલી થઈ રહી છે અને ત્યાર બાદ જીતુ સોમાણી ડોક્ટર ગોસાઈને માર મારતા હોવાનું દેખાય છે. ક્યા કારણોસર ડોક્ટરને માર મારવામાં આવ્યો તે સ્પષ્ટ થઈ શક્યું નથી. પણ ઘટનાને પગલે વાંકાનેર અને મોરબીના સરકારી ડોક્ટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જીતુ સોમાણીની પ્રતિક્રિયા મેળવી શકાઈ નથી.