મુંબઈમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે મહાલક્ષ્મી એક્સપ્રેસના 700 મુસાફરો ફસાયા છે. બાદલાપુર અને વાંગાણી સ્ટેશન વચ્ચે કરજત ખાતે મહાલક્ષ્મી એક્સપ્રેસ આજે સવારે ટ્રેક પર પાણી ફરી વળતા ફસાઈ જવા પામી છે.
જૂઓ વીડિયો…
ફસાયેલા મુસાફરોને NDRFની ટીમ દ્વારા રેસ્કયૂ કરવામાં આવી રહ્યા છે. હાલ NDRFની પાંચ ટીમોને રવાના કરવામાં આવી છે. અને એરલિફ્ટ મારફત તમામ મુસાફરોને સલામત રીત બહાર કાઢવામાં આવી રહ્યા છે.