મુંબઈ નજીક કરજત પાસે પહાડી વિસ્તારમાં પાણીમાં ગરક થયેલી મહાલક્ષ્મી એક્સપ્રેસ પાછલા 18 ક્લાકથી પાણીમાં છે. 700 મુસાફરો પૈકી 250 જેટલા મુસાફરોને આર્મીની બે બટાલીયન અને એનડીઆરએફની ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ખરાબ હવામાનના કારણે વાયુ સેના અને એરફોર્સના હેલિકોપ્ટર મારફત રેસ્ક્યુ ઓપરેશન હાલ પડતું મૂક્યું છે. હવામાન સુધરતા ફરી શરૂ કરવામાં આવશે. મિગ-17 વિમાનના કેમેરામાંથી ટ્રેનનો એરિયલ વ્યૂ કંપારી છોડાવે એવો છે.
ટ્રેનનો વીડિયો જૂઓ…
મળી રહેલી જાણકારી પ્રમાણે ટ્રેનમાં રેશ્મા તિલક કાંબલે સહિત 9 ગર્ભવતી મહિલાઓ પણ છે. ટ્રેનના પેસેન્જરો પૈકી કેટલાક પેસેન્જરો તરફથી સોશિયલ મીડિયાના માધ્યમથી આ માહિતી બહાર આવી છે. રેસ્ક્યુ ટીમો દ્વારા ગર્ભવતી મહિલાઓને બહાર કાઢી તેમને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટ્રેનમાં ફૂડ પેકેટ્સ તથા પાણી સહિતની વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે.
રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો જૂઓ…