જૂઓ વીડિયો: હવે વડોદરા ક્રાઈમ બ્રાન્ચના PSI વરુણ મિશ્રાનો ટીકટોક વીડિયો વાયરલ

મહેસાણાના લાઘણજ પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક દળમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીનો ટીકટોક વીડિયો વાયરલ થયા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે વધુ પોલીસ અધિકીરીનો ટીકટોક વીડિયો વાયરલ થયો છે.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીએસઆઈ વરુણ મિશ્રાનો વીડિયો વાયરલ થયો છે. વરુણ મિશ્રા દો નૈન સિતારે ગીત પર ઝૂમતા દેખાય છે. તેઓ પોલીસ યુનિફોર્મમાં જોવા મળી રહ્યા છે. સૂત્રો મુજબ વડોદરાના પોલીસ કમિશનર ગેહલોતે આ અંગે તપાસના આદેશ આપ્યા છે.