ગુજરાત પોલીસમાં ટીકટોકની વણઝાર: અર્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરનારા Dy.SP મનજીતા વણઝારાનો ટીકટોક વીડિયો વાયરલ

20 તારીખે મહેસાણાના લાઘણજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી લોક રક્ષક દળની કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીનો ટીકટોક વીડિયો વાયરલ થયા બાદ તેને સસ્પેન્ડ કરવાનો હુકમ કરનારા મહેસાણા Dy.SP મનજીતા વણઝારાનો ટીકટોક વીડિયો વાયરલ થયો છે.

Dy.SP મનજીતા વણઝારાનો વીડિયો વાયરલ થતાં પોલીસ બેડામાં સોપો પડી ગયો છે. અગાઉ પોલીસ કર્મચારીઓને આવી રીતે સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરવા બદલ સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યા બાદ હવે તેમનો વીડિયો વાયરલ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિમાસણમાં મૂકાઈ જવા પામ્યા છે.
વાયરલ વીડિયો અંગે Dy.SP મનજીતા વણઝારાનો પક્ષ જાણી શકાયો નથી.