ગુજરાત પોલીસ બેડામાં ટીકટોક ક્રેઝ માથે ચઢી ગયું છે. મહેસાણા અને વડોદરામાં પોલીસવાળાઓએ ટીકટોક પર વીડિયો બનાવી અપલોડ કર્યા તો રાજકોટ પોલીસ પણ પાછળ કેવી રીતે રહી જાય. રાજકોટ પોલીસે તો સરકારી ગાડી પર ચઢીને વીડિયો બનાવ્યો જે ખાસ્સો વાયરલ થઈ રહ્યો છે.
સરકારી ગાડી પર બેસીને કોન્સ્ટેબલ અને પોલીસ વાનના ડ્રાઈવરે વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. લોકોના પરસેવાની કમાણી પર બેસીને આવી રીતે વીડિયો ઉતારવામાં આવતા ભારે ચર્ચા થઈ રહી છે.
જૂઓ વીડિયો..
રાજકોટમાં પાછલા બે દિવસમાં બે હત્યા થઈ ગઈ છે. ક્રાઈમ રેટ ઝડપથી આગળ વધી રહ્યું છે તેવામાં રાજકોટની સ્થિતિ સુધારવાના બદલે પોલીસવાળા દ્વારા સરકારી ગાડીનો આવી રીત ઉપયોગ કરવામાં આવતા ટીકાઓનો વરસાદ થઈ રહ્યો છે.
પાછલા બે દિવસમાં ગુજરાત પોલીસનો આ ત્રીજો વીડિયો સામે આવ્યો છે. મહેસાણામાં અર્પિતા ચૌધરી અને વડોદરામાં પીએસઆઈ વરુણ મિશ્રાનો વીડિયો વાયરલ થયા બાદ રાજકોટ પોલીસનો વીડિયો વાયરલ થયો છે.