નલિયા સેક્સકાંડ અંગે રચાયેલા જસ્ટીસ દવેના વડપણ હેઠળના તપાસ પંચે રિપોર્ટ સબમીટ કર્યો હતો. તપાસ પંચનો રિપોર્ટ શુક્રવારે સરકાર વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. નલિયા સેક્સકાંડ મુદ્દે તપાસપંચના રિપોર્ટમાં નિરાશા હાથ લાગી છે.
નલિયામાં એક યુવતી ઉપર ઓગસ્ટ-2015થી નવેમ્બર-2016 દરમિયાન સામૂહિક દુષ્કર્મ આચરાયું હોવાની હકીકતો બહાર આવ્યા બાદ જસ્ટિસ એ. એલ. દવેના અધ્યક્ષ પદે તપાસ પંચ બનાવવામાં આવ્યું હતું.
તપાસ પંચના તારણો અંગેનો રિપોર્ટ ગુજરાત વિધાનસભામાં મૂકવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં એ.જી. દવે કમિશનને રાજ્યમાં ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે ભલામણો કરી છે. જ્યારે તપાસ અહેવાલ પ્રમાણે દુષ્કર્મની ઘટના બની હોવા અંગે કોઈ સાહિત્ય મળ્યું ન હોવાની નોંધ કરવામાં આવી છે.
તપાસ પંચે જે અહેવાલ આપ્યો છે તેમાં લખવામાં આવ્યું છે કે, ઓગષ્ટ- 2015થી નવેમ્બર- 2016 દરમિચાન કચ્છ જિલ્લાની યુવતી ઉપર બળાત્કારની ઘટના બન્યા અંગેનું કોઈ સાહિત્ય કે વિગતો ઉપલબ્ધ થયું નથી. આ બનાવ અંગેની વિગતો ઉપલબ્ધ ન હોઈ, પોલીસ અથવા અન્ય સત્તાવાળા કે કોઈ વ્યક્તિઓની ક્ષતિ થયાનું ફલિત થતું નથી.
નલિયા તપાસકાંડનો અહેવાલ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. તપાસપંચે આ કેસમાં 179 પાનાનો નલિયાકાંડનો અહેવાલ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, યુવતી સાથે દુષ્કર્મ અંગે કોઈ સાહિત્ય કે વિગત ઉપલબ્ધ નથી. વિગત ન હોવાથી પોલીસ કે સત્તાવાળાની ક્ષતિ થતી નથી તેવું ફલિત થાય છે. આવી ઘટના રાજ્યમાં ફરીથી ન બને તે માટે અલગ પોલીસ સેલ બનાવવા ભલામણ કરવામાં આવી છે.
કચ્છ
જિલ્લાના નલીયા ખાતે એક યુવતી ઉપર ઓગષ્ટ – 2015 થી નવેમ્બર -2016 દરમિયાન સામુહિક
દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત બહાર આવતા આ બનાવવાની તલસ્પર્શી તપાસઅર્થે માન, નિવૃત્ત
જસ્ટિસ એ.એલ.દવેના અધ્યક્ષપદે રચાયેલા તપાસ પંચનો અહેવાલમા કેટલાક તારણો પણ
આપવામાં આવ્યા છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ઓગષ્ટ-2015થી નવેમ્બર-2016 દરમ્યાન
કચ્છ જિલ્લાની યુવતિ ઉપર થયેલ દુષ્કર્મના વિવિધ કારણો-પરિબળોની તપાસ કરવી, આ બનાવ
બનવા માટે પોલીસ અથવા અન્ય સત્તાવાળા કે કોઈ વ્યક્તિઓની ક્ષતિ થયેલ હોય તો તે
જણાવવી અને આવી ક્ષતિ માટે જવાબદાર પોલિસ અથવા અન્ય સત્તા કે વ્યક્તિની જવાબદારી
નક્કી કરવી.
ખાસ કરીને
કચ્છ જિલ્લામાં અને સામાન્ય રીતે સમગ્ર રાજયમાં ભવિષ્યમાં આવા બનાવો ન બને તે
માટેના પગલાં સાચવવા. તપાસ પંચ જે અહેવાલ આપેલ છે તેની વિગત નીચે પ્રમાણે છે.
ઓગષ્ટ – 2015થી નવેમ્બર – 2016 દરમ્યાન કચ્છ જિલ્લાની યુવતિ ઉપર
થયેલા દુષ્કર્મની ઘટના બન્યા અંગેનું કોઈ સાહિત્ય વિગતો ઉપલબ્ધ થઈ નથી. આ બનાવ
અંગેની વિગતો ઉપલબ્ધ ન હોઈ, પોલીસ અથવા અન્ય સત્તાવાળા કે કોઈ વ્યક્તિઓની
ક્ષતિ થયાનું ફલિત થતું નથી.
દરેક જિલ્લામાં બળાત્કાર કેસની તપાસ કરવા માટે અલગ પોલીસ સેલ
હોવો જોઇએ. મહિલા વિક ટીમની મેડિકલ તપાસ દરમિયાન મહિલા પોલીસ અધિકારી, મહિલા
હેલ્થ વર્કર ફરજિયાતપણે હાજર રહેવા જોઇએ. આરોગ્ય વિભાગે પણ હોસ્પિટલ માં મહિલા
ડોક્ટર ની હાજરી સુનિશ્ચિત કરવી જોઇએ. રાજય સરકારે વર્મા કમિટી ના અહેવાલની
ભલામણોને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ ફોજદારી ધારા માં સુધારો કરી તેનું અમલીકરણ
કરવું જોઈએ.