અમદાવાદ-ગાંધીનગર હાઈ-વે પર આવેલા સ્વામી નારાયણ સંપ્રદાયના અક્ષરધામ મંદિરમાં 2002 થયેલા આતંકવાદી હૂમલાનો મુખ્ય સૂત્રધાર આતંકીની જમ્મૂ-કશ્મીરના અનંતનાગમાંથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSને આ સફળતા મળી છે. હુમલો કર્યા બાદ આતંકી પાકિસ્તાનમાં છુપાયો હતો અને ગુજરાતમાં તેણે હથિયારો ઘુસાડ્યા હતા. આ આતંકવાદીની ઓળખ મોહ્યુદ્દીન બટ્ટ તરીકે કરવામાં આવી છે. મોહ્યુદ્દીન બટ્ટ અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો અને હવે તેને એટીએસ લઈ જવામાં આવશે. એરપોર્ટ પર તેને જ્યારે લાવવામાં આવ્યો ત્યારે ખાસ એટીએસના અધિકારીઓ અને સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા હતા.
24 સપ્ટેમ્બર 2002નો એ દિવસ હતો જ્યારે ગાંધીગર સ્થિત અક્ષરધામમાં એકે 47 રાયફલ અને હેન્ડ ગ્રેનેડ સાથે બે શખ્સો મંદિરમાં ઘુસી ગયા હતા અને ફાયરિંગ કર્યું હતું. જેમાં 33 લોકોમાં મોત થયા હતા અને 86 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સાંજના સાડા ચાર વાગ્યે આ હુમલો થયો ત્યારે મંદિરમાં 600 લોકો હતા.
હુમલા બાદ આતંકી પાકિસ્તાન ગયો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ભારતમાં આવી અનંતનાગમાં છુપાયો હોવાની માહિતી મળી હતી. જે બાદ ગુજરાત એટીએસએ સ્થાનિક પોલીસ અધિકારીની મદદ લઈને આતંકી યાસિની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે યાસીન ભાટે મંઝુર, કામીલ અને ઝુબેર સહિતના એલઈટીના આતંકીઓ સાથે મળીને આ હુમલાને અંજામ આપ્યો હતો. યાસીને કારમાં ગુપ્ત ખાનું બનાવ્યું હતું અને તેમાં હથિયારો મુકી બરેલી પહોંચાડ્યા હતા. ત્યાર બાદ ચાંદખાન અને શકીલ ટ્રેનથી અમદાવાદમાં આવ્યા હતા. હાલ તેમના 6 દિવસના રિમાંડ મેળવવામાં આવ્યા છે. અને એટીએસ આતંકીને ક્રાઈમ બ્રાંચને સોંપશે.