માત્ર ટીકટોક વીડિયો નહીં પણ આ કારણોસર અર્પિતા ચૌધરીને કરાઈ છે સસ્પેન્ડ

મહેસાણાના લાઘણજ પોલીસ મથકમા ફરજ બજાવતી લોક રક્ષક દળની મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને ટીકટોક વીડિયોના કારણે સસ્પેન્ડ કરવામાં આવી હોવાનો દેકારો ચાલી રહ્યો છે ત્યારે મહેસાણાના DYSP મનજીતા વણઝારાએ આ અંગે “સમકાલીન”ને સસ્પેન્શનના કારણો આપ્યા હતા.

DYSP મનજીતા વણઝારાએ જણાવ્યું કે અર્પિતા ચૌધરી ઓન ડ્યૂટી હતા અને તેમણે ફરજ દરમિયાન યુનિફોર્મ પણ પહેર્યું ન હતું. ફરજ દરમિયાન યુનિફોર્મ ઉપરાંત આ-કાર્ડ પહેર્યા વગર જાતે વીડિયો બનાવ્યો અને તે પણ પોલીસ સ્ટેશનમાં. ગેરશિસ્ત અને નિયમોનું ઉલ્લંઘન કરવા સબબ અર્પિતાની વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવી છે. માત્ર અને માત્ર ટીકટોક વીડિયોના કારણે અર્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. પોલીસ મેન્યુઅલનો અમલ નહીં કરવાના કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.