અને પોતાનો જીવ આપી મૂગા પ્રાણીએ અનેક લોકોના જીવ બચાવી લીધા, જાણો અંકલેશ્વરની દારુણ ઘટના અંગે

હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે ઘણી જગ્યા ઉપર વીજ કંપનીની ભૂલો કે બેદકારીને લઈને લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. થોડાક મહિના પહેલા વીજ કંપનીની લાપરવાહીના કારણે અને તંત્રની લાપરવાહીના કારણે સુરતમાં પણ એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જેમાં યુવતીનું મહિલાનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું અને ભારે હોબાળો થયો હતો. આવી જ ઘટના અંકલેશ્વરના પિરામણ ગામ ના પટેલ ફળીયામાં થતાં થતાં રહી ગઈ છે.

આ ઘટનામાં પણ તંત્રની લાપરવાહી સામે આવી છે જેમાં કરંટ લાગવાથી એક મૂંગા પ્રાણી એ જીવ ગુમાવ્યો હતો. આ વિસ્તાર ભરચક રહે છે. બાળકો ફળીયામાં રમતા હોય અને રાહદરીઓ અને સ્થાનિક રહીશોની સતત અવરજવર રહે છે. જો પ્રાણીના બદલે લોકોને કરંટ લાગ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની પૂરેપૂરી શક્યતા રહેલી હતી.

અંકલેશ્વરના પીરામણ ગામમાં વીજ કંપની દ્વારા ઉભા કરવામાં આવેલા વીજ થાંભલામાંથી કરંટ નીચે ઊતરતો હોય તે દરમિયાન મૂગા પ્રાણી વીજ કરંટ લાગ્યું હતું. પ્રાણીનું તત્કાળ મોત નિપજ્યું હતું. મૂંગા પ્રાણીના મોતને લઈને જ સ્થાનિકો દ્વારા વીજળીના થાંભલા ઉપરથી કરંટ ઉતરે છે એવું જણાવ્યું હતું .

જો મૂંગા પાણીનો જીવ ન ગયો હોત તો આ દુર્ઘટનામાં કોઈ મનુષ્યને મોટી હાનિ પહોંચી શકે એવું હતું ત્યારે અંકલેશ્વરના પીરામણ ગામમાં મૂગા જાનવર જાણે ગામવાસીઓ માટે અવતાર બનીને આવ્યો હોય તેવું લાગ્યું હતું.

હવે તંત્ર આવા મુદ્દા ઉપર ક્યારેય ધ્યાન આપશે તે તો જોવાનું રહ્યું મળતી માહિતી અનુસાર જાગૃત લોકો દ્વારા અને પીરામણ ગ્રામ પંચાયતે પણ તંત્રને અગાઉ વારંવાર જાણ કરવામાં આવી હતી ત્યાર પછી પણ કોઈ કામગીરી ન કરતાં છેવટે આ મૂગા પ્રાણીને પોતાનો જીવ ગુમાવવો પડયો હતો પરંતુ આજ ઘટનામાં મૂગા પ્રાણીની જગ્યાએ કોઈ મનુષ્યમાંનો પણ જીવ જાય તેવી આશંકા ચોક્કસપણે લાગી રહી હતી. જેથી ગ્રામવાસીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.

પશુ માલિક દ્વારા આ બાબત ની ફરિયાદ સ્થાનિક પોલીસ કચેરીએ કરવામાં આવી છે. અને આ થયેલ ફરિયાદ થી તંત્ર માં કોઈ જાગૃતિ આવશે કે કેમ? કે પછી અરજદાર નો ફક્ત કોર્ટ કચેરી ના ધક્કા માં જ પસાર થશે. હાલ તો અરજી કરી લોકોએ પોતાની ફરજ બજાવી છે તંત્ર ફરજ બજાવે એવી લોક લાગણી છે.