ગુજરાત વિધાનસભામાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ દ્વારા કોંગ્રેસના મહિલા ધારાસભ્યને ભાજપમાં જોડાવાની સીધી ઓફર કરાતા મીડિયામાં ખાસ્સી ચર્ચા થઈ હતી. કોંગ્રેસના મહિલા ધારાસભ્ય દ્વારા પ્રશ્નોત્તરીકાળ દરમિયાનની ચર્ચામાં મહિલા અનામત અંગે પ્રશ્વ પૂછવામાં આવ્યો હતો.
વિધાનસભાના
આજે પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસના ગરબાડાના કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ચંદ્રીકાબેન
બારૈયાએ પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે મંત્રી મંડળમાં 33 ટકા મહિલાઓને
મંત્રી બનાવવા માંગો છો કે કેમ? આ પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહે
જણાવ્યું હતું કે ભાજપે લોકસભામાં સૌથી વધુ મહિલાઓને ટિકિટ આપી છે અને મહિલા
સાંસદો જીત્યા પણ છે. આ સાથે જ ચંદ્રિકાબેન બારૈયાને ભાજપમાં આવવા ઓફર આપતા ગૃહ
રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, તમારે પણ આવવું હોય તો આવી શકો છો ભવિષ્ય ઉજ્જવળ
છે.
અત્રે ઉલ્લેખનીય છે કોંગ્રેસમાંથી ભાજપમાં જવાની પક્ષ પલટા જાણે
હોડ લાગી છે. એક પછી એક ધારાસભ્યો ટપોટપ ભાજપમાં જોડાઈ રહ્ય છે. પાછલા સમય પહેલાં
જ કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાઈ ગયા
હતા. આ અગાઉ પણ કોંગ્રેસમાંથી માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, જસદણના
ધારાસભ્ય કુંવરજી બાવળિયા, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા અને
ધ્રાંગ્રધ્રાના ધારાસભ્ય પરષોત્તમ સાબરિયા અને ઉંઝાના ધારાસભ્ય ડો. આશા પટેલ
ભાજપમાં જોડાઈ ગયા હતા. હવે પ્રદીપસિંહની ઓફર બાદ ચંદ્રીકાબેન શું કરે છે એ
જોવાનું રહે છે.