મારુતિ કંપની દ્વારા ગુજરાતમાં આવેલા હાંસલપુર ખાતેના પ્લાન્ટમાં પ્રોડક્શન વધારની યોજનાને હાલ પુરતી અટકાવી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. મારુતિ દ્વારા આ નિર્ણય ઓટોમોબાઈલ ક્ષેત્રમાં આવેલી મંદીના પગલે કરવામાં આવ્યો હોવાનું સૂમાહિતીગાર વર્તુળો જણાવી રહ્યા છે.
વિગતો
મુજબ મારુતિ સુઝુકી મોટર્સ ગુજરાતના હાંસલપુરમાં વિસ્તરણ યોજના પર હમણા કામ નહીં
કરે. હાંસલપુર પ્લાન્ટની હાલની ઉત્પાદન ક્ષમતા 5 લાખ કારની છે અને કંપની ત્રીજી
એસેમ્બ્લિંગ લાઇન નાખી રહી છે જે એપ્રિલ 2020 સુધીમાં તૈયાર થઇ જશે અને ગુજરાત પ્લાન્ટની
ઉત્પાદન ક્ષમતા વધીને 7.5 લાખ કારની થઇ જશે. ગુજરાતના પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા
વધારીને 15 લાખ કાર કરવાની કંપનીની યોજના હતી. નોંધનીય છે કે જુન મહિનામાં
પેસેન્જર ગાડીઓના વેચાણમાં 17.54 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મારુતિના વેચાણમાં
19 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઓટોમોબાઇલ સેક્ટર લગભગ પાછલા એક વર્ષથી ખરાબ
પરિસ્થિતિમાં છે. આ અંગે એપ્રિલમાં અમદાવાદ આવેલા મારુતી સુઝુકી ઈન્ડિયા લિમિટેડના
ચેરમેનઆર. સી. ભાર્ગવે બજારમાં માગ અંગે જણાવ્યુ હતું કે, ઇરાનના
તેલ પર ટ્રમ્પનું પરિબળ, BS-6 ઇંધણ
અને સલામતી નિયમનો અમલમાં મૂકવા સહિતની બાબતો બજારને અસર કરશે પરંતુ હાલની સ્થિતિએ
એમ ના કહી શકાય કે ચૂંટણી પછી બજાર સુધરશે. મને લાગે છે કે જૂનના અંતમાં અથવા
જુલાઈ સુધીમાં આપણે બજારમાં શું ચાલી રહ્યું છે તેના વિશે એક સ્પષ્ટ વિચાર મેળવી
શકીશું.
ઉત્પાદન ક્ષમતા વધારવા અને ખર્ચ ઘટાડવા હેતુ કંપની હરિયાણામાં
ગુરુગ્રામ ખાતેનો પ્લાન્ટ અન્ય જગ્યાએ ફેરવવા માટે વિચારણા કરી રહી છે. જોકે, ગુજરાતમાં
કંપનીના કહ્યા મુજબની જે સ્થિતિ છે તે જોતા નવો પ્લાન્ટ દક્ષીણ ભારતમાં સ્થપાય
તેવી સંભાવના વધુ છે.