303 સાંસદોના સમર્થન સાથે લોકસભાએ ત્રિપલ તલાક બીલને પાસ કર્યું હતું. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ બીલ પર વોટીંગ કરાવ્યું હતું. જ્યારે વિપક્ષોએ બોયકોટ કર્યો હતો. ટીએમસીના સાંસદોએ બીલના વિરોધમાં સંસદમાં ત્યાગ કર્યો હતો. લાંબી ચર્ચાના અંતે બીલને મંજુર કરવામાં આવ્યું હતું.
લોકસભામાં સપાના સાંસદ આઝમ ખાન દ્વારા સ્પીકરની ચેર બેસેલા ભાજપના મહિલા સાંસદ રમા દેવી અંગે ટીપ્પણી કરવામાં આવતા ભારે હંગામો થયો હતો. તો આઝમ ખાને કહ્યું કે મારા મોટા બહેન છે.
વિપક્ષોએ બીલનો વિરોધમાં કેટલાક સૂચનો અને કાઉન્ટર દલીલો કરી હતી. પરંતુ વિપક્ષોના સૂચનો ફગાવી દેવામાં આવ્યા હતા. સંસદમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ તલાક બીલ પર પ્રતિ દલીલો અને સરકાર પર પ્રહાર કર્યા હતા.
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ત્રિપલ તલાક બીલને ધર્મ અને ચોક્ક્સ સમૂદાય સાથે જોડવાની જરૂર નથી.