એન્ટી ટેરર બીલ “UAPA” લોકસભામાં મંજુર, જાણો શું છે જોગવાઈ

ધ અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) અમેન્ડમેન્ટ બિલ 2019 (UAPA) એટલે કે ગેરકાયદેસર ગતિવિધિઓ (રોકથામ) બીલને બુધવારે લોકસભામાં મંજૂરી આપવામાં આવી હતી. આ બીલને આઠમી જુલાઈએ સંસદમાં રજૂ કરાયું હતું. બીલ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહ મંત્રી અમિત શાહે આતંકવાદની સામે કડક કાયદાની જરૂરિયાત પર ભાર આપ્યો. બીલમાં સંગઠનોની સાથે-સાથે આતંકવાદી ગતિવિધીઓમાં સામેલ વ્યક્તિઓને પણ આતંકવાદી જાહેર કરવાની જોગવાઈ છે.

 UAPA બિલમાં શું છે જોગવાઈ

સંશોધિત કાયદા અંતર્ગત સંગઠનોની સાથે-સાથે વ્યક્તિઓને પણ આતંકવાદી જાહેર કરી શકાશે. કાયદામાં તેની જોગવાઈની કેમ જરૂર પડી, તેના પર અમિત શાહે બુધવારે લોકસભામાં યાસીન ભટકલનું ઉદાહરણ આપતા કહ્યું કે, NIAએ તેના સંગઠન ઈન્ડિયન મુજાહિદીનને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું, પરંતુ ભટકલને આતંકવાદી જાહેર કરવા માટે કાયદામાં કોઈ જોગવાઈ ન હતી. ગૃહ મંત્રીએ કહ્યું કે, તેનો જ ફાયદો ઉઠાવતા ભટકલે આતંકવાદની 12 ઘટનાઓને અંજામ આપ્યો.

  • આ રીતે સંગઠન કે વ્યક્તિને જાહેર કરી શકાશે આતંકવાદી 
  •  આતંકવાદી કૃત્યને અંજામ આપવમાં કે તેમાં સામેલ હોય.
  •  આતંકવાદ માટે તૈયાર કરી રહ્યા હોય.
  • આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા હોય.
  • આતંકવાદમાં કોઈપણ પ્રકારે સામેલ રહ્યા હોય.

સંશોધિત કાયદા અંતર્ગત આતંકવાદી સંગઠનો કે આતંકવાદીઓની સંપત્તિઓ જપ્ત પણ થઈ શકશે. તેના માટે તપાસ અધિકારીને સંબંધિત રાજ્યના ડીજીપીની પૂર્વ મંજૂરીની જરૂર પડશે. જો મામલાની તપાસ NIAનો કોઈ અધિકારી કરી રહ્યા હોય તો સંબંધિત સંપત્તિને જપ્ત કરવા માટે સંબંધિત રાજ્યના ડીજીપીની મંજૂરીની જરૂર નહીં રહે. તેના માટે માત્ર NIAના ડાયરેક્ટરની મંજૂરી જ પૂરતી હશે.

મોદી સરકાર ઘણી વખત ભાર આપીને કહેતી આવી છે કે આતંકવાદ પર તેની નીતિ ઝીરો ટોલરન્સની છે. UAPA બીલને લોકસભાની મંજૂરી મળી ચૂકી છે. આ પહેલા NIA સંશોધન બીલને લોકસભાની સાથે-સાથે રાજ્યસભાની પણ મંજૂરી મળી ચૂકી છે. એ બીલ અંતર્ગત NIA સંશોધન બીલને લોકસાભની સાથે-સાથે રાજ્યસભાની પણ મંજૂરી મળી ચૂકી છે. એ બીલ અંતર્ગત NIAને દેશની બહાર બીજા દેશોમાં પણ ભારતની સામે આતંકવાદ સાથે જોડાયેલા મામલાની તપાસનો અધિકાર મળી ગયો છે.