ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે પ્રિયંકા ચોપરા લે છે આટલા કરોડ રૂપિયા, જાણીને ચોંકી જશો

બોલિવૂડની એક સમયે દેશી ગર્લ અને વિદેશી વહૂ બનેલી પ્રિયંકા ચોપરા ગ્લોબલ સ્ટાર બની ચૂકી છે. પ્રિયંકાએ માત્ર બોલિવૂડ જ નહીં પણ હોલિવૂડમાં પોતાનો સિક્કો જમાવ્યો છે. સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પ્રિયંકા સૌથી રિચેસ્ટ સેલિબ્રિટીમાં સ્થાન ધરાવે છે. આવી ઉપલબ્ધિ હાંસલ કરનારી પ્રિયંકા એક માત્ર ભારતીય સેલિબ્રિટી છે.

https://www.instagram.com/p/BznNlBWHzkj/?utm_source=ig_web_copy_link

ઈન્સ્ટાગ્રામા શિડ્યૂલિંગ ટૂલ HopperHQ તરફથી આ લિસ્ટ પબ્લીશ કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં બોલિવૂડની એક માત્ર સ્ટાર તરીકે પ્રિયંકાનો સમાવેશ કરાયો છે. પ્રિયંકા આ લિસ્ટમાં 19મા નંબરે છે. HopperHQ અનુસાર પ્રિયંકાને 2,71,000 રૂપિયા આપવામાં આવે છે એટલે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે પ્રિયંકાને 1.87 કરોડ ચૂકવવામાં આવે છે. આ એક મોટું અમાઉન્ટ છે. હાલ તો ઈન્સ્ટાગ્રામ પર પ્રિયંકાના 43, 038,343 ફોલોવર્સ છે. આ જોતાં આ અમાઉન્ટ ખાસ્સી એવું મોટું છે.

સોશિયલ મીડિયા પર પ્રિયંકા હાઈપર એક્ટિવ રહે છે. બોન્ડસ અને કોલેબરેટ કરીને ઈન્સ્ટાગ્રામને પ્રમોટ કરતી રહે છે. જેના બદલામા તેને કરોડો રૂપિયા આપવામાં આવે છે. પ્રિયંકા ઉપરાંત આ લિસ્ટમાં ટીમ ઈન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી પણ સામેલ છે. વિરાટને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 1,58,000 પાઉન્ડ એટેલે 1.35 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે. ઈન્સ્ટાગ્રામના રીચ લિસ્ટ-2019માં અમેરિકન પર્સનાલિટી અને બિઝનેસ વુમન કાઈલી જેનર ટોપ પર છે. કાઈલી જેનર એક પોસ્ટ માટે 8.73 કરોડ રૂપિયા લે છે.