ગુજરાત હાઈકોર્ટે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનાં આગોતરા જામીન મુંજુર કર્યા છે. જિજ્ઞેશ મેવાણીએ બિનશરતી માફી માંગતા કોર્ટે મેવાણીની અરજી ગાહ્ય રાખી હતી. વલસાડ કોર્ટે 18મી જૂલાઈએ મેવાણીના આગોતરા જામીન નામંજુર કર્યા હતા.
જિજ્ઞેશ મેવાણી વિરુદ્વ વલસાડ પોલીસ ગુનો નોંધ્યો હતો. મેવાણીએ ટવિટર પર વીડિયો પબ્લીશ કરી શાળાના હાફ નેકેટ બાળકને માર બાબતે RMVM સ્કૂલ વિરુદ્વ નિવેદન જારી કર્યું હતું. વીડિયોમાં કહેવાયું હતું કે વલસાડની શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થી પર જુલમ કરવામાં આવી રહ્યો છે.
વલસાડની આ શાળામાં સ્કુલના વિદ્યાર્થીને માર મારતા વાયરલ થયેલા વિડીયો પર ટવિટ કરીને જિજ્ઞેશ મેવાણીએ 20મી મેનાં રોજ ટવિટ કર્યું હતું. શાળાને બદનામ કરી હતી. તેમણે ટ્વિટ કરીને શાળા અંગે પીએમઓ પાસે ખુલાસા માંગ્યા હતા,જેના કારણે વિવાદ સર્જાયો હતો. વિવાદ વધતા ધારાસભ્યો દ્વારા આ ટવિટ હટાવી દેવામાં આવ્યું હતું.
શાળાના આચાર્ય બિજલ પટેલે પોલીસ ફરીયાદ કરી હતી અને જિજ્ઞેશ મેવાણીની વિરુદ્વમાં પોલીસ ફરીયાદ દાખલ કરી ગુનો નોંધવામાં આવ્યો હતો.