બ્રિટનના નવા PM બોરીસ જ્હોન્સને છે સારા અલી ખાન સાથે લોહીની સગાઈ, જાણો કેવી રીતે?

બ્રિટનમાં બ્રેક્ઝીટ મામલે વડાપ્રધાન થેરેસા મેના રાજીનામા પછી બોરીસ જ્હોન્સ નવા પીએમ બન્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટીના આગામી નેતા તરીકે યોજાયેલી ચૂંટણીમાં તેમણે ઝેરેમી હંટને લગભગ 45,000 મતથી હરાવ્યા છે. બોરીસ જ્હોન્સનો ભારત સાથે ખૂબ ઊંડો સંબંધ છે. ભારતના જાણીતા લેખક પત્રકાર ખુશવંતસિંહ તેના સંબંધી પણ છે. એટલું જ નહીં બ્રિટનના આગામી પ્રધાનમંત્રી બોરીસ જ્હોન્સનો સંબંધ સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહ અને પુત્રી સારા ખાન સાથે જોડાયેલા છે. 

પ્રખ્યાત ભારતીય પત્રકાર ખુશવંતસિંહના નાના ભાઈ દલજીત સિંહના લગ્ન એક શીખ મહિલાના દીપ સાથે થયા હતા. દલજિત સિંહ અને દીપની દીકરી મરીના બ્રિટનના નવા પ્રધાનમંત્રીની પત્ની બની. એટલું જ નહીં દીપની નાની બહેનના લગ્ન પણ ખુશવંત સિંહના નાના ભાઇ ભગવંતસિંહ સાથે થયા હતા. 

ખુશવંત સિંહના સંબંધ સાથે બોરીસ જ્હોન્સનો સંબંધ બોલિવૂડ સાથે પણ જોડાયેલો છે. હકીકતમાં સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહ ખુશવંત સિંહના પરિવારનો ભાગ છે. તેણી ખુશવંત સિંહની ભત્રીજી જેવી લાગે છે. આ સંદર્ભમાં બોરીસ જ્હોન્સનો સંબંધ અમૃતા સિંહ સાથે સારો રહ્યો છે. એટલું જ નહિ, અમૃતા અને સૈફની પુત્રી સારા અલી ખાનનો સંબંધ બોરીસ જ્હોન્સ સાથે જોડાયેલો છે.  આવી રીતે સારા અલી ખાનનો બોરીસ જ્હોન્સ સાથે લોહીનો નાતો છે.