ભાજપમાં જોડાવા લાગી લાઈન: અરવિંદ વેગડા અન ઐશ્વર્યા મજમૂદારે ભગવો ખેસ ધારણ કર્યો

ગુજરાતી સિંગર કિંજલ દવે અંગત કામ માટે ભાજપ કાર્યાલય પર ગયા હતા અને ત્યાં ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે આજે વધુ ગુજરાતી કલાકારોએ ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે.

ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા મજમૂદાર અને અરિવંદ વેગડાએ ભાજપ જોઈન કર્યું છે. આ બન્ને ઉપરાંત સૌરભા રાજ્યગુરુ નામનો કલાકાર પણ ભાજપમાં જોડાઈ ગયો હતો. ભાજપમાં હાલ સંગઠન પર્વ ચાલી રહ્યું છે અને ઠેક-ઠેકાણે મેમ્બરોની નોંધણી કરવામાં આવી રહી છે. દરેક ગલી અને મહોલ્લામાં ભાજપ દ્વારા સભ્ય નોંધણી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

એક પછી એક કલાકારો અને સેલેબ્સ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભાજપમાં જોડવા માટે લોકોનો ઉત્સાહ નજરે પડી રહ્યો છે. આગામી દિવસોમાં અનેક હસ્તીઓ પણ ભાજપનો ભગવો ખેસ ધારણ કરે એવી શક્યતા છે.