અહેમદ પટેલની રાજ્યસભાની ચૂંટણી: અમિત ચાવડાએ જૂબાની આપી, કહ્યું “બેંગ્લુરુમાં જીમમાં ગયો અને શોપીંગ કર્યું હતું”

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા આજે ગુજરાત હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા. અમિત ચાવડાની 2017માં થયેલી રાજ્યસભાની ચૂંટણીના અનુંસધાનમાં કોર્ટમાં જૂબાની નોંધવામાં આવી હતી. જસ્ટીસ બેલાની કોર્ટમાં હાજર રહેલા અમિત ચાવડાએ કહ્યું હતું કે બલવંતસિંહ રાજપૂત જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તેમની સાથે માપા સારા સંબંધો હતા પણ ભાજપમાં ગયા પછી તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

અમિત ચાવડાએ મંગળવારે જૂબાની આપતા કહ્યું કે જ્યારે અહેમદ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું ત્યાર તેઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત બેંગ્લુરુ રિસોર્ટમાં પણ ગયા હતા પણ આણંદ ખાતેના રિસોર્ટમાં હાજર રહ્યા ન હતા. બેંગ્લુરુમાં રોકાણ દરમિયાન જીમ અને શોપીંગ કરી હતી.

અહેમદ પટેલના સાક્ષી તરીકે અમિત ચાવડાની જૂબાની નોંધવામાં આવી હતી. બલવંતસિંહ રાજપૂતે 2017માં 8મી ઓગષ્ટે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપ જોઈન કર્યું હતું.

રાજ્યસભાની ચૂંટણી હાર્યા બાદ ભાજપના ઉમેદવાર બલવંતસંહ રાજપૂતે આરોપ મૂક્યો છે કે ધારાભ્યોને અહેમદ પટેલે લાંચ આપી હતી. જેથી કરીને ચૂંટણી રદ્દ કરવામાં આવે. આ ઉપરાંત બે ધારાસભ્ય ભોળાભાઈ ગોહીલ અને રાઘવજી પટેલના રદ્દ કરાયેલા વોટને ગણતરીમાં લેવામાં આવે, ચૂંટણી પંચે ખોટી રીતે બન્ને ધારાસભ્યોનો વોટ રદ્દ કર્યા છે. ચૂંટણીમાં અહેમદ પટેલને 44 અને બલવંતસિંહ રાજપૂતને 38 વોટ મળ્યા હતા.