સુરતની 14 વર્ષની પીડિતાને ગર્ભપાતની મંજુરી, સગા જીજાએ કર્યું હતું બદકામ

સુરતના ખટોદરા પોલીસ મથકમાં બનેલા દુષ્કર્મના બનાવમાં ગુજરાત હાઈકોર્ટે સગા જીજાની હવસનો ભોગ બનેલી 14 વર્ષની પીડિતાને ગર્ભપાત કરવાની મંજુરી આપી છે. પીડિતાએ પોતાના ગર્ભમાં રહેલા ભ્રુણનું ક્રીટીંગ કરવાની અરજ કરી હતી.

ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટીસ એસ.એસ.વોરાની કોર્ટમાં આ કેસની સુનાવણી કરવામાં આવી હતી. 6 મહિનાના ગર્ભને પાડી નાંખવા માટે અરજ કરી હતી. પીડિતાના વકીલ રફીક લોખંડવાળાએ આ કેસમાં દલીલો કરી હતી.

છ મહિનાના પહેલાં પીડિતાના સગા જીજાએ 14 વર્ષીય પીડિતા સાથે બદકામ કર્યું હતું અને પોતાની વાસના સંતોષી હતી. જેના કારણે પીડિતા ગર્ભવતી થઈ હતી. નાની ઉંમરમાં પીડિતા ગર્ભવતી થતાં હાઈકોર્ટમાં અપીલ કરાઈ હતી. આ કેસમાં પોલીસે જીજાની ધરપકડ કરી હતી.