તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમની સપાટીમાં એક ફૂટનો વધારો થયો છે. કેચમેન્ટ એરિયામાં થઈ રહેલા વરસાદના કારણે ડેમમાં ચાર હજાર ક્યૂસેક પાણીનો ઈનફ્લો છે અને તેની સામે આઉટ ફ્લો 600 ક્યૂસેક છે. સોમવારે ડેમની સપાટી 278.17 પર પહોંચી હતી.
મધ્યપ્રદેશ અને મહારષ્ટ્રમાં પાછલા 24 ક્લાકમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે.
સુરત, નવસારી અને વલસાડ માટે ઉકાઈ ડેમનું પાણી મહત્વનું છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં 20 જેટલા ગામોમાં વરસાદ નોંધાયો છે. આના કારણે ડેમની સપાટીમાં એક ફૂટનો વધારો થયો છે. પાછલા આઠ દિવસથી ડેમની સપાટી 277 પર સ્થિર થઈ જવા પામી હતી અને આજે આ સપાટીમાં એક ફૂટનો વધારો 178.17 પર ડેમ લેવલ પહોંચી ગયું છે.
ઉકઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉકાઈ ઉપરાંત મહારાષ્ટ્રના ભૂસાવલ ખાતે આવેલા હથનૂર ડેમનીસપાટીમાં પણ વધારો થયો છે. બથનૂર ડેમની સપાટી 210 ફૂટને વટાવી ગઈ છે.