ત્રણ છોકરાઓ હોમવર્ક કરીને નહીં આવતા તેમને બંગડીઓ પહેરાવનાર શિક્ષકને ફરજિયાતપણે રજા પર ઉતારી દેવામાં આવ્યો છે. મહેસાણાના શિક્ષણાધિકારી દ્વારા શિક્ષક વિરુદ્વ સખત કાર્યવાહી કરવામાં આવી છે.
મહેસાણાના ખેરાલુ તાલુકામાં આવેલી સરકાર માધ્યમિક શાળા નંબર-3માં આ ઘટના બની હતી. ગયા ગુરુવારે શિક્ષક મનુભાઈ પ્રજાપતિએ ત્રણ વિદ્યાર્થીઓને હોમવર્ક કરીને નહીં લાવતા બંગડીઓ પહેરાવી હતી. મ
શિક્ષક મનુ પ્રજાપતિએ ક્લાસની વિદ્યાર્થીનિઓ પાસેથી બંગડીઓ લઈ ત્રણેય છોકરાઓના હાથમાં પહેરાવી દીધી હતી અને ક્લાસમાં તેમને શરમજનક સ્થિતિમાં મૂકીદીધા હતા. ત્યાર બાદ ત્રેણય છોકરાઓ શુક્રવાર અને શનિવારે સ્કૂલે ગયા ન હતા. કારણ કે તેમને સ્કૂલમાં આવતા શરમ આવી રહી હતી.
આ અંગે મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારીને ફરીયાદ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના વાલીઓએ ફરીયાદ કરી હતી અને કહ્યું હતું કે શિક્ષક દ્વારા આવા હિણપતભર્યું કામ કરવામાં આવતા બાળકો સ્કૂલે જઈ રહ્યા નથી. બાળકો ડરી ગયા છે અને અપમાન જેવી સ્થિતિમાંથ પસાર થઈ રહ્યા છે.
મહેસાણાના જિલ્લા શિક્ષણાધિકારી સ્મિતા પટેલે કહ્યું કે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. વાલીઓના નિવેદનો અને ફરીયાદના આધારે શિક્ષકને ફરજિયાતપણે રજા પર ઉતારી દેવામાં આવ્યો છે. જો શિક્ષક કસૂરવાર પુરવાર થશે તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.
શિક્ષક મનુ પ્રજાપતિને અચોક્કસ મુદ્દત માટે રજા પર ઉતારી દેવામાં આવ્યોછે. ખેરાલુના શિક્ષણ અધિકારૃ કલ્પના ચૌધરીએ કહ્યું કે શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવી છે અને બાળકોને સોમવારથી સ્કૂલ શરૂ કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.