28 વર્ષના એન્જિનિયરને લેવું છે રાહુલ ગાંધીનું સ્થાન, જાણો કોણ છે આ યુવા નેતા

પૂણેના 28 વર્ષીય ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરને રાહુલ ગાંધીનું સ્થાન લેવાની ઈચ્છા છે. આ એન્જિનિયરે કોંગ્રેસ પ્રમુખ માટે ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે. રાહુલ ગાંધી દ્વારા રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસના પ્રમુખ પદ માટેનો નિર્ણય કરવામાં આવ્યો નથી. આ દરમિયાનમાં એન્જિનિયર દ્વારા ઉમેદવારી કરવાની ઈચ્છા જાહેર કરવામાં આવી છે. પૂણેના મેન્યુફેક્ચરીંગ ફાર્મમાં મેનેજર તરીકે કામ કરતા ગજાનંદ હોસલે 23 જુલાઈએ પૂણે કોંગ્રેસ પ્રમુખ રમેશ બાગવે પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કરવાની વિચારણા કરી રહ્યા છે.

ગજાનંદ હોસલેએ કહ્યું કે રાહુલ ગાંધી રાજીનામાના મામલે અગડ છે. પાર્ટી પણ મૂંઝવણમાં છે. પાર્ટીને નવા પ્રમુખની જરૂર છે જેથી કરીને હું મારું નામાંકન દાખલ કરવા માંગુ છું.

ગજાનંદે કહ્યું કે મંગળવારે મંગળવારે નામાંકન કરતાં પહેલા કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. કાર્યકર રૂપે પોતાની કરિયર શરૂ કેમ કરી રહ્યા નથી તો હોસલેએ કહ્યું કે કાર્યકર કે નેતાના રૂપે નજરઅંદાજ કરવામાં આવી શકે છે.

તેમણે કહ્યું કે જો હું પાર્ટી પ્રમુખ બની જઈશ તો કોંગ્રેસની અંદર પારદર્શિતા લાવવા પર મારો ભાર હશે અને તક મળી તો કોંગ્રેસને હાલના વિકટ સંજોગોમાંથી બહાર લાવી શકીશ આના માટેની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.