ઈન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ચંદ્રયાન-2ને અંતરિક્ષમાં સફળતાપૂર્વક રવાના કર્યું છે. પંદરમી જૂલાઈ યાનને લોન્ચ કરવાનું હતું પણ ટેક્નિકલી ખામીના કારણે લોન્ચીંગ મુલત્વી રાખવામાં આવ્યું હતું.
ચંદ્રયાન-2 ભારતનું બીજું સૌથી મહત્વકાક્ષી મિશન છે. યાનને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ભારી ભરખમ રોકેટ જિયોસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ માર્ક-3(GSLV Mk-III) મારફત લોન્ચ કરવામાં આવ્યું છે.
640 ટનનું જિયોસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ માર્ક-3(GSLV Mk-III) રોકેટ 44 મીટર લાંબુ છે. આ રોકેટમાં 3.8 ટનનું ચંદ્રયાન છે. રોકેટને બાહૂબલિ નામ આપવામાં આવ્યું છે.
ચંદ્રયાનનું બજેટ 978 કરોડનું છે અને તેનો હેતુ ભારતને ચંદ્રન સપાટી પર ઉતરાણ કરનારા દેશોમાં સામેલ કરવાનો છે.
ચંદ્રયાન-2 જો પંદરમી જૂલાઈએ લોન્ચ થયું હોત તો તેની ચંદ્ર પર ઉતરાણ કરવાની સંભવિત તારીખ 6 સપ્ટેમ્બર બતાવાઈ હતી, પહેલાં આ મિશનને પૂર્ણ થવામાં 54 દિવસ લાગવાના હતા. પણ ટેક્નિકલી ખામીના કારણે સાત દિવસ બાદ લોન્ચ કરાયું છે. જોકે, વિલંબથી લોન્ચ થયું હોવા છતાંચંદ્ર પર ઉતરાણની તારીખમાં ઝાઝો ફેર આવ્યો નથી.
હવે ચંદ્ર પર જવા માટે યાનને 48 દિવસ લાગશે. એટલે કે યાન 6 સપ્ટેમ્બરે જ ચંદ્ર પર ઉતરાણ કરશે. છઠ્ઠી સપ્ટેમ્બરે ચંદ્ર પર પહોંચવા માટે યાનને પૃથ્વીના ચક્કર કાપવાની મર્યાદામાં ઘટાડો કરવામાં આવશે અને યાન પૃથ્વની ચારેતરફ પાંચના બદલે ચાર ચક્કાર લગાવશે.
પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 3,844 કિ,મીનું છે. લોન્ચ થયાની મીનીટોમાં જ 375 કરોડ રૂપિયાનું GSLV Mk-III રોકેટ 603 કરોડ રૂપિયાના ચંદ્રયાન-2ને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કર્યું છે અને ત્યાંથી શરૂ થઈ ગઈ છે ચંદ્રયાનની યંદ્ર યાત્રા.