ઓન લાઈન શોપીંગના શોખીનો ચાતક નજરે ઈ-કોમર્સ વેબસાઈટ પર થનારા સેલની રાહ જૂએ છે. આવું એક સેલ તાજેતરમાં આયોજિત કરવામાં આવ્યું હતું. આ સેલમાં યૂઝર્સે 99 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. હા, વાત છે Amazon Prime Day Saleની. આ સેલનો યૂઝર્સ ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.
Amazon Prime Day Saleની જાણકારી મોટાભાગના લોકોને હતી. તો 99 ટકા ડિસ્કાઉન્ટ પર તમારી નજર કેમ પડી નહીં. 99 ટકા ડિસ્કાઉન્ટની ઓફર યૂઝર્સને એક બગ મારફત હાથ લાગી હતી. જેનો બરાબરનો લાભ લેવામાં આવ્યો હતો.
રિપોર્ટ પ્રમાણે કેટલાક યૂઝર્સને નવ લાખ રૂપિયા(13,00 ડોલર)નો કેમેરો માત્ર 6,500માં મળી ગયો હતો. Canon EF 800 કેમેરાને માત્ર 6500(95 ડોલર)માં ખરીદી લીધો હતો. સેલમાં સોની, કેનન, ફ્યૂઝી ફિલ્મ જેવી કંપનીઓના કેમેરા પણ સામેલ હતા.
લોકોને સેલની જેમજેમ જાણકારી મળી તેમ તેમ ખરીદી કરનારા લોકોની ભીંડ જામી ગઈ હતી. ખરીદારી બાગ લોકોએ અમેરિકમાં રેડીટ ખાતે પોતાની ખુશી જાહેર કરી હતી અને કહ્યું કે નસીબે અમને સારામાં સારો કેમેરો મફતના ભાવે અપાવી દીધો. કેટલાકે શંકા પણ બતાવી ટેક્નિકલ કારણોસર પ્રોડક્ટનો ઓર્ડર કેન્સલ તો નહીં થઈ જાયને?
ખાસ વાત એ છે કે એમેઝોને તમામ ઓર્ડર કેન્સલ નહીં કરવાનો નિર્ણય કર્યો છે અને ખરીદાયેલા પ્રોડક્ટની શીપીંગ પણ કરવામાં આવી. પેટાપિક્સલના જણવ્યા પ્રમાણે ઓર્ડર જલ્દીથી ડિલીવર કરવામાં આવશે.
લોકોએ એમેઝોનના ચીફ જેફ બેજોસનો પણ આભાર માન્યો. કેટલાક સેલમાં ભાગ ન લઈ શક્યા તેના માટે નિરાશ પણ થયા હતા.