ગુજરાતના રાજ્યપાલ તરીકે ચાર્જ લેતા આચાર્ય દેવવ્રત, સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યા

ગુજરાત વડી અદાલતના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિએ ગુજરાતના નવા વરાયેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજભવન ખાતે શપથ લેવડાવ્યા હતા. શપથવિધિ દરમિયાન વિદાય લઇ રહેલા રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાન સભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને રાજ્ય મંત્રી મન્ડળના મંત્રીઓ અને ધારાસભ્યો તથા રાજ્યપાલના પરિવારજનો, વરિષ્ઠ સચિવો આમંત્રિતો તેમજ ગણમાન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહે રાષ્ટ્રપતિ દ્વારા જારી કરાયેલા રાજ્યપાલ નિમણુંક પત્રનું વાંચન તેમજ શપથ વિધિનું સંચાલન કર્યું હતું.