દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનો નિગલમ બોધ ઘાટમાં પૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ ક્ષણે ઘણા મોટા નેતાઓની સાથે સેંકડોની સંખ્યામાં લોકો હાજર હતા. શીલા દીક્ષીતનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો.
તેમના અંતિમ દર્શન માટે શીલા દીક્ષિતનો પાર્થિવ શરીર તેમની બહેનના ઘરે મુકવામાં આવ્યો હતો. દેશના ઘણા દિગ્ગજ નેતાઓ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહે શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ આપી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તેમનને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, મનમોહન સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, અહમદ પટેલ અને સીએમ અસોક ગહલોત તથા કમલનાથ સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. આ પહેલા બીજેપીના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી, અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે તેમના નિવાસ સ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ આપી હતી.
શીલા દીક્ષિતના પાર્થિવ દેહને જ્યારે નિજામુદ્દીન સ્થિત તેમના આવાસથી પાર્ટી મુખ્યાલય લઇ જવાયો ત્યારે તેમની એક ઝલક મેળવવા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ધક્કા-મુક્કી સર્જાઇ હતી. રસ્તાઓ પર કાર્યકર્તાઓની ભારે ભીડ જોવા મળી હતી. ત્રણ વાર દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂકેલા શીલા દીક્ષિતના નિધન પર દિલ્હી સરકારે 2 દિવસ સુધી રાજકીય શોક જાહેર કરાયો છે.
શીલા દીક્ષિત ગોલ માર્કેટ વિધાનસભાથી 1998 અને 2003થી ચૂંટાઇ આવ્યા હતા. બાદમાં 2008માં એમણે નવી દિલ્હીથી ચૂંટાયા હતા. શીલા દીક્ષિતના બે બાળકો છે. સંદીપ દીક્ષિત અને પુત્રી લતિકા સૈયદ. સંદીપ દીક્ષિત કાંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે. પહેલાવાર 1998માં શીલા દીક્ષિત દિલ્હીની મુખ્યમંત્રી બની હતી. બાદમાં સતત 15 વર્ષ સુધી દિલ્હી પર રાજ કર્યું હતું.
દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું 81 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું. એમણે લાંબા સમયથી બીમાર હતા. એમનો ઇલાજ એસ્કાર્ટ હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો. બપોરે 3 વાગ્યેને 5 મિનિટે તેમને એટેક આવ્યો હતો. જે બાદ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરંતુ 3 વાગ્યાને 55 મિનિટ પર તેમનું નિધન થઇ ગયું.