ઉકાઈની સપાટી 277 પર સ્થિર, ઉપરવાસમાં સારો વરસાદ થાય તેના માટે મંત્રી ઈશ્વર પરમાર પહોંચ્યા ઈશ્વરના દરબારમાં

ઉકાઈ-કાકરાપાર કમાન્ડ એરિયા ઈરીગેશન કો-ઓ સોસાયટી ફેડરેશન દ્વારા ખેડુતોની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની સમસ્યા ઉદ્દભવી છે. કેચમેન્ટ એરિયામાં જોઈએ તેવો વરસાદ થઈ રહ્યો નથી ત્યારે ગુજરાત સરકારના મંત્રી દ્વારા વરૂણદેવની પૂજા કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

શનિવારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વર પરમાર દ્વારા ઉકાઈ ડેમ ખાતે પૂજા કરવામાં આવી હતી. મેઘરાજાને રિઝવવા માટે પૂજા કરી પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.

ઉકાઈ ડેમની જળસપાટી દર્શાવતું કોષ્ટક

ઉકાઈ ડેમમાં પાણની આવકમાં ઘટડો જોવા મળી રહ્યો છે. ઉનાળા દરમિયાન ઉકાઈની જળસપાટીમાં ઘટાડો નોંધાયો હતો અને સરકાર દ્વારા સિંચાઈ માટે તબક્કાવાર પાણી આપવાનું પ્રયોજન કરવામાં આવ્યું હતું. આજે પણ ઉકાઈની સપાટી 277 ફૂટ સુધી પહોંચી છે. માત્ર 600 ક્યૂસેક પાણીની આવક રહી છે અને આઉટ ફ્લો પણ 600 ક્યૂસેકનો જ છે. આ સત્તાવાર આંકડા સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.

પાછલા પંદર દિવસમાં ઉકાઈની સપાટીમાં ઘટાડો-વધારો નોંધાઈ રહ્યો હોવાથી વરુણદેવને રાજી કરવા માટે ગુજરાત સરકારના મંત્રી ઈશ્વર પરમાર ઈશ્વરના દરબારમાં પહોંચ્યા હતા. વરુણદેવ રાજી થાય અને ઉકાઈના ઉપરવાસમાં વરસાદ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.